આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપ એક ફૂગ્ગો, જેમાં હવા અમે જ ભરી છે: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના શિવાજી પાર્ક મેદાન પર વિપક્ષોની ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન નિમિત્તે આયોજિત રેલીમાં બોલતાં શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપ એક ફૂગ્ગો છે, એક સમયે તેમની ફક્ત બે સીટ હતી. આ ફૂગ્ગામાં અમે જ હવા ભરી હતી અને હવે તે હવા તેમના મગજમાં ભરાઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને ભાજપ ગેરેન્ટી આપી રહ્યા છે, તેઓ શું પરચુરણની દુકાન લઈને બેઠા છે કે ગેરેન્ટી આપી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ સૂત્ર આપ્યું હતું કે અબકી બાર, ભાજપા તડીપાર.

તેમણે રાહુલ ગાંધીનું અભિનંદન કરતાં કહ્યું હતું કે મુંબઈમાં ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું છે, જ્યાંથી અંગ્રેજોને હટાવવા માટે ક્વિટ ઈન્ડિયાની હાકલ કરી હતી.

ભાજપને ઉખાડીને ફેંકો: શરદ પવાર

મહાત્મા ગાંધીએ આ જ શહેરમાંથી ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે આજે આપણે (ઈન્ડિયા ગઠબંધન) ભાજપને સત્તામાંથી ઉખાડીને ફેંકવાના શપથ આજ શહેરમાં ગ્રહણ કરવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે દેશની આજે જે અવસ્થા છે તેમાં સુધારો કરવાની આવશ્યકતા છે. આપમે બધા મળીને આ ફેરફાર કરી શકીએ છીએ. જે લોકોને દેશને અલગ અલગ આશ્ર્વાસનો આપીને લોકોની છેતરપિંડી કરી છે તેમને દૂર કરવા માટે મતદાનનો જ રસ્તો અપનાવવો પડશે. મોદીની ગેરેન્ટી ચાલવા વાળી ગેરેન્ટી નથી. ખોટા આશ્ર્વાસનો આપીને બધાને અલગ રસ્તા પર લઈ જવામાં આવે છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker