આમચી મુંબઈમહારાષ્ટ્ર

આગ બાંગ્લાદેશમાં, તાપ મહારાષ્ટ્રના રાજકારણમાં


ઉદ્ધવ ઠાકરેનું નિવેદન હિંસાનો ભોગ બનેલા હિંદુઓ પર અટ્ટહાસ્ય: ભાજપ
યશ રાવલ
મુંબઈ:
કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને ત્યારબાદ આખા દેશમાં ફાટી નીકળેલી હિંસામાં બાંગ્લાદેશનો લઘુમતિ સમુદાય એટલે કે વિશેષ કરીને હિંદુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી હોમાઇ રહ્યો છે અને બળાત્કાર તેમ જ હત્યાનો દોર શરૂ થયો છે.

‘આમ્હી કી તુમ્હી કી રઝાકાર રઝાકાર’ના નારાઓ સાથે જે રીતે 1971માં હિંદુઓનો નરસંહાર થયો હતો એ રીતે બાંગ્લાદેશનમાં નરસંહાર શરૂ છે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ પણ આ મુદ્દે ગરમાયું છે.

મહારાષ્ટ્રનો વિપક્ષ બાંગ્લાદેશમાં હિંદુઓના થઇ રહેલા કત્લેઆમના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહી છે અને તેમને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નક્કર પગલાં નથી લઇ રહી તેવી ટીકા કરી રહી છે.

પપ્પાને કહો હિંદુઓને બચાવે: ઉદ્ધવ ઠાકરે

હાલમાં જ શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જો વડા પ્રધાન મોદી ઉક્રેનમાં યુદ્ધ રોકી શકે છે તો તેમને કહો કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલો અત્યાચાર રોકે. તેમણે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે જે કર્યું તેવા પગલાં બાંગ્લાદેશના હિંદુઓને બચાવવા માટે પણ લેવા જોઇએ. પપ્પાને બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા રોકવા કહો. પપ્પાને હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર રોકવા જણાવો અને તેમની સાથે ન્યાય કરો.

ઉદ્ધવે હિંદુત્વને તિતાંજલી આપી, તેમની દેશભક્તિ પર સવાલ: ભાજપ

આ પણ વાંચો: બાંગ્લાદેશની કટોકટીઃ હાલમાં નુકસાન અને ચિંતા, પણ ભવિષ્યમાં લાભની શક્યતા

ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને બાંગ્લાદેશ વિશે ટોણો માર્યો તેનો વળતો જવાબ આપતા ભાજપે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિંદુઓ, બૌદ્ધ અને ત્યાંના અલ્પસંખ્યકો પર થઇ રહેલો અત્યાચાર અત્યંત ગંભીર બાબત છે. પહેલા દિવસથી જ કેન્દ્ર સરકારે આ વિષયને ગંભીરતાથી લીધો છે. આવી પરિસ્થિતિમાં પણ ઉદ્ધવ ઠાકરેને મશ્કરી સૂઝે છે. તેથી તેમની દેશભક્તિ પર પ્રશ્ર્ન ઊભો થાય છે.

વડા પ્રધાન વિશે બાલીશ નિવેદન આપી ઉદ્ધવ હિંસાનો ભોગ બનેલા હિંદુ, બૌદ્ધ અને અન્ય લઘુમતિઓની મજાક ઉડાવી રહ્યા છે. સત્તા માટે તેમણે પહેલા જ હિંદુત્વને તિતાંજલી આપી દીધી છે અને હવે તે હિંદુઓની દયનીય સ્થિતિ પર અટ્ટહાસ કરી રહ્યા છે. હિંદુ વિરોધીઓ અને આતંકવાદીઓને સલાહ આપવા માટે ઉદ્ધવ ઠાકરે ઉત્તમ વ્યક્તિ છે. તેમણે બાંગ્લાદેશમાં જઇને અપીલ કરવી જોઇએ. તેમની વાત એ લોકો જરૂર સાંભળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button