ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ...
Top Newsઆમચી મુંબઈ

ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાની દુખતી નસ ગણાતી પાણીની સમસ્યા પર હવે ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પાણીના વેરામાં વધારો કરવાનું મોકૂફ કર્યા બાદ હવે ભાજપે સુધરાઈના પ્રસ્તાવિત ગારગાઈ બંધ પર નજર કેન્દ્રિત કરી છે.

સોમવારે રાજ્યના પ્રધાન અને મુંબઈના ઉપનગરના પાલક પ્રધાન સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને આગામી બે મહિનાની અંદર ગારગાઈ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના પ્રસ્તાવિત ગારગાઈ બંધથી મુંબઈગરાને પ્રતિદિન વધારાનું ૪૪૦ મિલ્યન લિટર પાણી મળશે. રાજ્ય સરકાર તરફથી આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે પણ હજી સુધી કેન્દ્ર સરકારના વન્યજીવ અને પર્યાવરણને લગતી આવશ્યક મંજૂરીઓ મળવાની બાકી છે.

રાજ્યના પ્રધાન અને મુંબઈ ઉપનગરના પાલક પ્રધાને સોમવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમ્યાન પાલક પ્રધાને જણાવ્યું હતું કે તેેમણે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે બાબતે ચર્ચા કરીને મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવાની વિનંતી કરી હતી.

આવશ્યક મંજૂરીઓ મળ્યા બાદ બે મહિનાની અંદર પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવા એવો નિર્દેશ તેમણે પાલિકા પ્રશાસનને આપ્યો હતો.

મુંબઈગરાને ૪૪૦ મિલ્યન લિટર વધારાનું પાણી ગારગાઈ બંધમાંથી ઉપલબ્ધ થવાનું છે. ગારગાઈ બંધનું કામ પૂરું કરવા માટે વન્યજીવ અને પર્યાવરણને લગતી શરતોને આધીન કામ કરવાનું છે. કેન્દ્ર તરફથી મંજૂરી મળવાની બાકી છે.

એક વખત મંજૂરી મળી જાય તો તે બાદ તરત ટેન્ડર બહાર પાડીને કામ ચાલુ કરવામાં આવશે. આ પૂરા પ્રોજેક્ટનો પૂરો ખર્ચ લગભગ ૩,૧૦૫ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

આ પણ વાંચો…ગારગાઈ પ્રોજેક્ટને વન્યજીવન અને પર્યાવરણને લગતી મંજૂરી બાકીરાજ્ય તરફથી એપ્રિલમાં મંજૂરી મળી…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button