આમચી મુંબઈ

MLC Election માટે ભાજપે પાંચ ઉમેદવાર જાહેર કર્યાં, પંકજા મુંડેને મળી ટિકિટ

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ કરી છે ત્યારે હાલમાં મહારાષ્ટ્રના વિધાન પરિષદની ચૂંટણી (MLC Election) માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પાંચ ઉમેદવારના નામની જાહેરાત કરી છે.

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પંકજા મૂંડેનું નામ જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. પંકજા ગોપીનાથ મુંડેએ બીડની લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા. પંકજા મુંડે સિવાય પરિણય ફુકે, સદાભાઉ ખોત, અમિત ગોરખે અને યોગેશ ટિળેકર નામનો સમાવેશ થાય છે.

રાજ્યની વિધાનસભામાં પોતાની સંખ્યાના આધારે ભાજપની પાસે આ વખતની ચૂંટણીમાં સાત બેઠકનો ક્વોટા છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)ની પાસે લગભગ ત્રણ બેઠકનો ક્વોટા છે. આ વખતે દરેક એમએલસી સીટ માટે જરુરી સરેરાશ ક્વોટા 23 છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહાઠવાડા ક્ષેત્રની અનેક ચૂંટણી વિસ્તારમાં મરાઠા અનામતની માગણી અને આંદોલનને કારણે અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને મરાઠા સમુદાયની વચ્ચે જાતિગત આધારે મોટું ધ્રુવીકરણ થયું હતું. દાનવે લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા.

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી સ્વબળે અને સાથીપક્ષોની મદદથી જ જીતાશે: ભાજપ

ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરતા લખ્યું હતું કે પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી દ્વારા આગામી વિધાન પરિષદની ચૂંટણી માટે પાંચ નામની પંસદગી કરવામાં આવી છે. આ પાંચ નામમાં બીડ લોકસભાની ચૂંટણીમાં હારેલા પંકજા મુંડેના નામનો સમાવેશ થાય છે. પંકજા મુંડે ઓબીસીના ચહેરા છે, જ્યારે ગત લોકસભાની ચૂંટણીમાં 6,000 મતથી હાર્યા હતા.
અન્ય ઉમેદવારમાં પરિણય ફુકે, અમિત ગોરખે, સદાભાઉ ખોત અને યોગેશ ટિળેકરની પસંદગી કરવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાન પરિષદની 11 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. આ સીટ પર બારમી જુલાઈના મતદાન થશે, જ્યારે એ જ દિવસે પરિણામો આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ