ભાજપમાં પહેલા દિવસે ૮૪થી વધુ ઉમેદવારોને ‘એબી’ ફોર્મ આપ્યાઆયાતી ઉમેદવારોને ટિકિટ…

પહેલા દિવસે પક્ષમાં બળવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારને નામ સત્તાવાર જાહેર કરીને પક્ષમાં બળવાખોરી થાય નહીં તે માટે અન્ય પક્ષોની મારફત જ ભાજપે પણ નામ જાહેર કરવાને બદલે ઉમેદવારોને ‘એબી’ ફોર્મ આપ્યા હતા. સોમવાર મોડી સાંજ સુધીમાં ૮૪થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપ્યા હતા, જેમાં માત્ર આઠ ગુજરાતી ઉમેદવારના નામ જોવા મળ્યા હતા. ભાજપની યાદીમાં અનેક આયાતી ઉમેદવારોના નામ હતા તેઓ ફોર્મ પણ જઈને ભરી આવ્યા હતા, તેનાથી પક્ષના જૂના નિષ્ઠાવાન કાર્યકર્તા નારાજ થઈને પક્ષપલટો કરીને અન્ય પક્ષમાં જતા રહેતા ભાજપને ફટકો પડયો હતો.
આ વખતે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનો મેયર બેસાડવા કમર કસી રહેલી ભાજપે મુંબઈની ૨૨૭ બેઠકની ચૂંટણી શિંદે સેના સાથે લડી રહી છે. બળવાને ડરે ભાજપે સત્તાવાર નામ જાહેર કરવાને બદલે ‘એબી’ ફોર્મ આપી દીધા હતા અને સંબંધિત લોકોએ જઈને પોતાના ઉમેદવારી પત્રક પણ ભરી દીધા હતા. જોકે શિંદે સેના સાથેની બેઠક વહેંચણીમાં અનેક બેઠકો શિવસેનાને જવાને કારણે ભાજપમાં અનેક જૂના ભૂતપૂર્વ નગરસેવકોની સાથે જ વર્ષોથી પોતાને ટિકિટ મળે તેની રાહ જોઈ રહેલા કાર્યકર્તાઓને ફોર્મ નહીં મળતા તેમનામાં નારાજગી જોવા મળી હતી.
પોતાનું પત્તુ કપાઈ જવાથી નારાજ થયેલા અનેક ભૂતપૂર્વ નગરસેવકો અને ઈચ્છુકોએ બળવો કરીને અન્ય પક્ષમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ગુજરાતી વિસ્તાર ગણાતા વોર્ડ નંબર ૧૪ના ભૂતપૂર્વ નગરસેવિકા આશાવરી પાટીલે પક્ષમાં બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના સેનામાં જોડાઈ ગયા હતા. ભાજપે વોર્ડ નંબર ૧૪માંથી સીમા શિંદેને ટિકિટ આપતા આશાવરી પાટીલ નારાજ થઈ ગયા હતા અને તેઓએ કમળને ટાટા કહીને ઉદ્ધવની મશાલને હાથમાં લીધી હતી અને અમુક મિનિટોમાં જ તેમને ઠાકરે તરફથી ‘એબી’ ફોર્મ પણ મળી ગયું હતું.અનેક આયાતી ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હતી તેમાં કૉંગ્રેસમાંથી આવેલા રવિ રાજા, રાખી જાધવ, તેજસ્વી ઘોસાળકર, યુબીટીમાંથી ભાજપમાં આવનારી અર્ચના ભાલેરાવ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…પાલિકા મહાસંગ્રામઃ ભાજપે 66 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, રાહુલ નાર્વેકરના પરિવારને મળી બે ટિકિટ
સગાવાદને ભાજપમાં સ્થાન નથી: ફડણવીસ
ભાજપમાં સગા-સંબંધીઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં એવી નીતિ અપનાવી હોવા છતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે અનેક લોકોને સોમવારે ‘એબી’ ફોર્મ આપ્યા હતા, જેમાં મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમના સંબધી રોહન રાઠોડ, ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયા, મુંબઈના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યના પ્રધાન આશિષ શેલારના ભાઈ વિનોદ શેલાર સહિત વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ, ભાભી અને બહેનને ટિકિટ આપવામાં આવી હતી, જેમાં હર્ષિતા નાર્વેકર, મકરંદ નાર્વેકર, ગૌરવી શિવલકર-નાર્વેકરનો સમાવેશ થાય છે.



