રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ના થનારી ચૂંટણીમાં ભાજપના ૪૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત ભાજપ કરી હતી.
ભાજપ પ્રદેશાધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે તમામ નવચૂંટાયેલા નગરસેવકોને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી પંચ પાસેથી મળેલા આંકડા પ્રમાણે કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકામાં ૧૫ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
આ પણ વાંચો…પાલિકા સંગ્રામઃ કોણ – ક્યાં – કોની સાથે?, કોણ – ક્યાં – કોની સામે??
પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાના શુક્રવારે છેલ્લા દિવસે બપોરના ત્રણ વાગ્યા સુધીની મુદત હતી. આ મુદત પૂરા થયા બાદ ભાજપના ૪૪ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોવાનું જણાઈ આવ્યું હતું.
કલ્યાણ-ડોંબિવલીમાં ૧૫, પુણેમાં બે, પિંપરી-ચિંચવડમાં બે, પનવેલમાં છે, ભિવંડીમાં છ, ધુળેમાં ચાર, જળગાંવમાં છ, અહિલ્યાનગરમાં ત્રણ એક કુલ ૪૪ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.



