બાબા સિદ્દીકી પહેલા સલમાન ખાનની હત્યાનો પ્લાન હતો, બિશ્નોઈ ગેંગના શૂટરનો ખુલાસો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા શૂટરે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો (Baba Siddiqui Murder case)કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન શૂટરે જણાવ્યું કે તેઓ બાબા સિદ્દીકી પહેલા સલમાન ખાનની હત્યા કરવાના હતાં. આરોપીએ કહ્યું છે કે સલમાન ખાનનું નામ લોરેન્સ બિશ્નોઈની હિટલિસ્ટમાં ટોપ પર છે, પરંતુ કડક સુરક્ષાને કારણે તેઓ સલમાન સુધી પહોંચી શક્યા ન હતા.
લોરેન્સ બિશ્નોઈ છેલ્લા સમયથી સલમાન ખાનના જીવ લેવા પાછળ પડી છે, સલમાન ખાન તેના પરિવારને અવારનવાર ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનનો જીવ સતત જોખમમાં છે, જેને કારણે તેની સુરક્ષા વધારવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપી શૂટરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપીના કહેવા પ્રમાણે, બાબા સિદ્દીકીની પહેલા સલમાન ખાનને મારવાની યોજના હતી, પરંતુ કડક સુરક્ષાને કારણે એવું ના થઇ શક્યું.
સલમાન ખાનના જીવને જોખમ:
12 ઓક્ટોબરના રોજ મુંબઈના બાંદ્રામાં બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં હત્યાની જવાબદારી સ્વીકારી હતી. સાથે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
Also Read – Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન
‘સિકંદર’નાં શૂટિંગ દરમિયાન ધમકી:
તાજેતરમાં જ સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી છે. હાલમાં તે ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે અને તેના સેટ પર એક શંકાસ્પદ શખ્સે તેને ખુલ્લેઆમ ધમકી આપી હતી. ફિલ્મના સેટ પર એક અજાણ્યો શખ્સ ઘુસી આવ્યો હતો, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોણ છે અને તે ત્યાં શું કરી રહ્યો છે, ત્યારે શખ્સે કહ્યું કે, “બિશ્નોઈ સાથે વાત કરાવું?” પોલીસ અધિકારીઓ તરત જ તેને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ ગયા અને પૂછપરછ શરૂ કરી.
જો કે ત્યાં હાજર લોકોના કહેવા પ્રમાણે તે સલમાનનો ફેન હતો અને ફિલ્મનું શૂટિંગ જોવા આવ્યો હતો. પરંતુ જ્યારે તેને અટકાવવામાં આવ્યો ત્યારે આ બાબતે ઝઘડો થયો અને તેણે ગુસ્સામાં બિશ્નોઈનું નામ લીધું.