જ્યારે ટ્રાફિકના કારણે અબજોપતિ ઉદ્યોગપતિએ કરી મુંબઈની લોકલ ટ્રેનની મુસાફરી…

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈના લાખો લોકો માટે લાઈફલાઈન છે. રોજ આ લોકન ટ્રેનોમાં લાખો લોકો પોતાના સપનાઓ લઇને ચડે છે અને ઉતરે છે. મુંબઈ એટલે ભારતની આર્શિક રાજધાની આમ તો આ શહેર ઘણી બધી બાબતો માટે પ્રખ્યાત છે, પરંતુ લાખો ફાયદાઓ હોવા છતાં આ શહેર ઘણી બાબતોમાં કુખ્યાત પણ છે, જેમાંથી એક છે અહીંનો ટ્રાફિક.
ઘણીવાર અહીંના રસ્તાઓ પર કલાકો ના કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળે છે, જેની તસવીરો અને વીડિયો લોકો સોશિયલ મીડિયા પર ઘણી વાર પોસ્ટ કરતા હોય છે. વાહનોની સંખ્યા ખૂબજ ઝડપથી વધી રહી છે. અને તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. અહી રહેતા લોકોને રોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાસમાં જ પ્રખ્યાત અબજોપતિ અને ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાની પણ મુંબઈમાં ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ ગયા અને તેમણે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું.
મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા અબજોપતિ નિરંજન હિરાનંદાનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. તે સમયસર ઓફિસ પહોંચી શકે આથી તેઓ મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રવેલ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ મુંબઈથી ઉલ્હાસનગર જવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો. હિરાનંદાની ગ્રુપના 73 વર્ષીય સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પોતાના અકાઉન્ટ પરથી તેમની મુસાફરીની ઝલક શેર કરી છે.
વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે મુંબઈથી ઉલ્હાસનગરની સફર ખૂબ જ આનંદદાયક રહી. અમે સમય બચાવવા અને શહેરના ટ્રાફિકથી બચવા લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પોસ્ટ પર ફેન્સ સતત પોતોના વ્યુઝ આપી રહ્યા છે. તેમજ યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના ઈમોજી દ્વારા રિએક્શન પણ આપી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા સેન્સેશન ઓરીએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.