એકે-47 અને ગ્રેનેડ્સ જપ્તિના કેસમાં બિહારનો ગૅન્ગસ્ટર વસઈમાં પકડાયો

વસઈ: એકે-47 રાઈફલ, કારતૂસો અને ગ્રેનેડ્સ જપ્તિના કેસમાં ત્રણ મહિનાથી ફરાર બિહારના ગૅન્ગસ્ટરને વસઈ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર એસટીએફની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી વસઈ નજીકથી પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ભોજપુર જિલ્લાના ઉદવંતનગરમાં બેલૌર ખાતે રહેતા બુતન જાનેશ્ર્વર ચૌધરી ઉર્ફે હરેન્દ્ર ચૌધરી (50)ને તુંગારેશ્ર્વર રોડ પરના શનિ મંદિર નજીકથી રવિવારે તાબામાં લેવાયો હતો.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી હત્યા કેસ ઝીશાન અખ્તરના વીડિયોથી ખળભળાટ: પાકિસ્તાની ગૅન્ગસ્ટરે આશ્રય આપ્યાનો દાવો
બિહાર પોલીસે 2016માં ચૌધરીની ધરપકડ કરી તેની પાસેથી એક એકે-47 રાઈફલ, ગ્રેનેડ્સ અને અન્ય શસ્ત્રો જપ્ત કર્યાં હતાં. 2022માં જામીન પર છૂટ્યા પછી તે ગૅન્ગમાં ફરી સક્રિય બન્યો હતો.
એપ્રિલ, 2025માં ચૌધરીના ઘરમાંથી પોલીસે ફરી એકે-47 રાઈફલ, ગ્રેનેડ્સ, બાવીસ કારતૂસ અને મૅગેઝિન જપ્ત કરી હતી. જોકે ચૌધરી ફરાર થઈ ગયો હતો. ચૌધરી વસઈ નજીક સંતાયો હોવાની માહિતી મળતાં બિહરની એસટીએફ વસઈ પહોંચી હતી. તેની વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, સશસ્ત્ર લૂંટ જેવા 20 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે તેના પર બે લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
(પીટીઆઈ)