આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવું ઘર ખરીદનારા માટે મોટા ન્યૂઝઃ આ તારીખથી શરુ થશે ભવ્ય ‘હોમ ઉત્સવ-2024’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મુંબઈ નજીકના ઝડપથી વિકસતા થાણે શહેર (Thane City)ને મહત્ત્વના રિયલ એસ્ટેટ હબ તરીકે ભારતમાં નવી ઓળખ મળી છે. અત્યંત ઝડપથી પ્રગતિ કરતાં થાણે શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા અને મોટા મોટા પ્રોજેક્ટ્સ અને બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે અનેક બિલ્ડર અને ઇન્વેસ્ટરોને આકર્ષિત કર્યા છે ત્યારે આ મહિનામાં 16થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ‘હોમ ઉત્સવ-2024’ (Home Utsav: Proparty 2024 Thane)નું આયોજન કરવામાં આવ્યું હોવાની ક્રેડાઈ એમસીએચઆઈ (મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ હાઉસિંગ ઈન્ડસ્ટ્રી-થાણે) (CREDAI-MCHI THANE)એ જાહેરાત કરી હતી.

થાણે શહેરમાં ઘર ખરીદવાનું સપનું જોતાં ગ્રાહકોની સહાયતા માટે છેલ્લા અનેક વર્ષોથી વિશ્વાસુ રહેલા ‘ક્રેડાઈ-એમસીએચઆઇ’ દ્વારા થાણેના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે હોમ ઉત્સવનું આયોજન કર્યું છે. સપનાનું ઘર ખરીદનારા ગ્રાહકો ઉત્સવમાં પધારીને ઘર ખરીદવા કે તેની પસંદગી પણ કરી શકે છે, એમ ‘ક્રેડાઈ એમસીએચઆઈ’ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે થાણેમાં આયોજિત આ ક્રેડાઈ-એમસીએચઆઇનું આ 21મું વર્ષ છે. 2023થી દેશની અર્થવ્યવસ્થાને જે પ્રકારે ગતિ મળી છે, તેને કારણે થાણેમાં આ વર્ષે ફરી એક વખત રિયાલ્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો 16 ફેબ્રુઆરીથી શરુ થશે, જ્યારે આ પ્રદર્શનમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ એકસ્પોમાં 100 કરતાં પણ વધુ પ્રોજેકટ અને 50થી વધુ બિલ્ડર અને ડેવલપર્સના વિવિધ પ્રકલ્પો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. અહીંના હોમ ઉત્સવમાં 20,000થી વધુ પરિવાર આવશે, જેથી મોટા પ્રમાણમાં ઘરોનું વેચાણ અને પ્રોપર્ટીમાં કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થશે એવો વિશ્વાસ જિતેન્દ્ર મહેતાએ વ્યક્ત કર્યો હતો.

‘ગૃહ ઉત્સવ: પ્રોપર્ટી એક્સપો 2024-થાણે’ આ પ્રદર્શનના મધ્યમથી ગ્રાહકોને પરવાડનારા ઘરો એ પણ થાણે શહેરના અનેક ભાગોમાં દરેક પ્રકારની સુવિધા સાથે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. દેશના સૌથી ઝડપથી પ્રગતિ કરતાં ‘રિટેલ હબ’ થાણેમાં ક્રેડાઈ એમસીએચઆઈ થાણે દ્વારા ગ્રાહકોને સુરક્ષિત, માફક દરે અને સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોનની સુવિધા સાથે ઘર ખરીદવા માટે વિવિધ વિકલ્પો આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

16થી 19 ફેબ્રુઆરી સુધી આ ચાર દિવસનો હોમ ઉત્સવ સવારે 11 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રાકહો માટે શરૂ રહેશે તેમ જ અહીં આવનાર દરેકને ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ જેવી સુવિધા પણ આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey