આમચી મુંબઈમહારાષ્ટ્ર

મેટ્રો-થ્રી માટે આવ્યા મોટા સમાચાર, મેટ્રોના કાફલામાં હવે આટલી ટ્રેનનો સમાવેશ

મુંબઈ: મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનું કામકાજ દક્ષિણ મુંબઈમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, ત્યારે મેટ્રો-થ્રી માટે વધુ એક ટ્રેન આગામી અઠવાડિયા સુધી આરે પહોચી જશે. ત્યાર બાદ ટૂંક સમયમાં આ સમગ્ર મેટ્રો રૂટનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. હાલમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વાર પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે આ રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ મેટ્રો-થ્રીનો કોરિડોર કોલાબા-બાંદ્રા-સીપ્ઝ વચ્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂચિત રૂટ પર મેટ્રોનું સંચાલન શરૂ કરવા માટે મેટ્રોની છેલ્લી રેક આંધ્રપ્રદેશના શ્રીસિટીથી રોડ માર્ગે મુંબઈ આવવા રવાના થઈ ગઈ છે. આ રેક નવેમ્બરના પહેલા જ સપ્તાહમાં આરે ડેપોમાં પહોંચી જશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મેટ્રો-3ના પ્રથમ તબક્કા હેઠળ આરે અને બીકેસી વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમએસઆરસી દ્વારા પ્રથમ તબક્કામાં નવ મેટ્રો ટ્રેનોને આ માર્ગ પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી આઠ ટ્રેન મુંબઈ પહોંચી ચૂકી છે. મેટ્રો માટે એસેમ્બલીનું બાંધકામ પૂરું થઈ ગયું છે. પ્રથમ તબક્કાની છેલ્લી નવમી ટ્રેન મુંબઈ પહોંચ્યા બાદ તેને એસેમ્બલ અને પરીક્ષણ કરવામાં આવશે. આ બધી પ્રક્રિયામાં લગભગ પંદરથી ૨૦ દિવસ જેટલો સમય લાગશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરે અને બીકેસી વચ્ચે મેટ્રો કામગીરી શરૂ થવાના થોડા દિવસો પહેલા જ એમએસઆરસી દ્વારા ટ્રાયલ રનનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા આવતા મહિનાથી આ રૂટ પર મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો (અંદરગ્રાઉન્ડ મેટ્રો)ની ટ્રાયલ રન શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર મેટ્રોની ટ્રાયલ રન શરૂ કરવાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button