આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધી હતી.

આ પણ વાંચો : વાતાવરણમાં પલટોઃ ખુશનુમા સવારને બદલે મુંબઈમાં ઢાકલું

અંધેરી પૂર્વ વિધાનસભાના મહાયુતિ ઉમેદવાર મૂરજી પટેલના સમર્થનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધી હતી. તેમણે મહાયુતિના ઉમેદવારને મોટી લીડ સાથે જિતાડવાની માંગ કરી હતી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં આજે દુનિયા ભારત સામે જોઈ રહી છે. આજે દરેકે દરેક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

બીજા દેશોને પણ મેડ ઇન ઇન્ડિયા પર ભરોસો

સાથે તેમણે મેડ ઇન ઇન્ડિયા મિશનની સિદ્ધિઓની વાત કરતાં કહ્યું હતું કે આજે ભારત દેશ સિવાય બીજા દેશોને પણ મેડ ઇન ઇન્ડિયા પર ભરોસો પડ્યો છે અને વિદેશના લોકો ભારતીય ઉત્પાદનો ખરીદતા થયા છે. તેમણે કહ્યું હતું કે આ બદલાવનો સૌથી વધારે લાભ મહારાષ્ટ્રને મળ્યો છે.

ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું જતન

સાથે જ તેમણે કહ્યું હતું કે ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું જતન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન ગ્લોબલ વોર્મિગ સામેની લડાઇ માટે ખૂબ મોટું જન અભિયાન બન્યું છે. પાણી બચાવવાના તેમના વિઝનથી દેશમાં કેચ ધ રેન અભિયાન અને અમૃતસરોવરોના નિર્માણ દ્વારા જળ સંચય અભિયાન હાથ ધર્યું છે.

આ પણ વાંચો : Assembly Election: આચારસંહિતાની ઐસીતૈસી, 6,382 ફરિયાદ

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે “આઝાદીના 75 વર્ષથી શતાબ્દી સુધીનો અમૃત કાળ જનજન માટે કર્તવ્ય કાળ છે અને આ સમય દેશ માટે જીવવાનો, દેશ માટે ઉપયોગી થવાનો સમય છે. દેશમાં દરેકે દરેક ક્ષેત્ર, દરેક સમૂદાય ગરીબ, યુવા, મહિલા., વેપારીઓ તમામનું ધ્યાન રાખવાની સાથે સાથે સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે. વોટ આપવો આપણો હક છે અને એ હકનો પાકા પાયે ઉપયોગ કરવો જોઈએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button