ભિવંડીમાં યુવતીની આત્મહત્યા: ઉત્તર પ્રદેશના યુવક સામે ગુનો | મુંબઈ સમાચાર

ભિવંડીમાં યુવતીની આત્મહત્યા: ઉત્તર પ્રદેશના યુવક સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ઉત્તર પ્રદેશના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના માર્ચ, 2024માં બની હતી, પણ મૃતકની બહેનને આરોપીના નામ સાથેની અમુક નોટ્સ મળી આવ્યા બાદ તેણે તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રીટા સહાની તરીકે થઇ હતી, જે 22 માર્ચ, 2024ના રોજ કાલ્હેર વિસ્તારમાં પોતાના નિવાસે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલની સગીર પુત્રીએ જીવન ટૂંકાવ્યું: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ સંબંધીની ધરપકડ

સહાનની બહેને પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેને રીટાની સ્કૂલની નોટબૂક તથા તેની અંગત ડાયરી મળી આવી હતી, જે કબાટમાં છુપાવાઇ હતી. તેમાં રીટાએ લખ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી નવનીત રાજપૂત સાથે તેના પ્રેમસંબંધ હતા. જોકે રાજપૂતે બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.

રીટાએ નોટ્સમાં રાજપૂત પર તેને ગેરમાર્ગે દોરવાનો અને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. રીટાની બહેનનાં નિવેદન અને તેણે આપેલા પુરાવાના આધારે પોલીસે રાજપૂત સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button