ભિવંડીમાં લગ્નની લાલચે બાર સિંગર સાથે શારીરિક સંબંધ: અશ્ર્લીલ તસવીરો શૅર કરી
થાણે: લગ્નની લાલચે ભિવંડીની લોજમાં બાર સિંગર સાથે કથિત શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની અશ્ર્લીલ તસવીરો પરિચિતોમાં શૅર કરીને બદનામી કરવા બદલ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
નારપોલી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખાણ પચીસ વર્ષની બાર સિંગર સાથે થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થતાં આરોપીએ લગ્નની ખાતરી આપી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ગયા વર્ષે 11 નવેમ્બરે આરોપી યુવતીને ભિવંડીની એક લોજમાં લઈ ગયો હતો, જ્યાં બન્ને જણે ડ્રિન્ક્સ લીધું હતું. યુવતી ઘેનમાં હતી ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ પણ વાંચો : થાણેમાં પોલીસ ટીમ પર હુમલો: રેસ્ટોરાંના માલિક-કર્મચારી સહિત 20 જણ સામે ગુનો…
આરોપીએ યુવતીની વાંધાજનક તસવીરો પણ પાડી લીધી હતી. બાદમાં એ તસવીરો પરિચિતોમાં શૅર કરીને યુવતીની બદનામી કરી હતી. આ પ્રકરણે યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે નારપોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 77 અને 356 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)