છોકરાને લઇ થયેલા વિવાદમાં મહિલા પર હુમલો: 11 સામે ગુનો…

થાણે: ભિવંડીમાં 11 વર્ષના છોકરાને લઇ થયેલા વિવાદમાં મહિલાના ઘરે જઇને ધીંગાણું મચાવવા અને તેના પર હુમલો કરવા બદલ 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભિવંડી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પ્રમોદ પરદેશીએ જણાવ્યું હતું કે આરોપીનો 11 વર્ષનો પુત્ર પડોશમાં રહેતી મહિલાના ઘરે રમવા માટે વારંવાર જતો હતો. આરોપીને શંકા હતી કે તેના પુત્રને મહિલા કાયમ માટે પોતાની પાસે રાખવાનો ઇરાદો ધરાવે છે.
7 ઑગસ્ટે કેટલાક લોકો મહિલાના ઘરે પહોંચી ગયા હતા. તેમણે મહિલાને ગાળો ભાંડી હતી અને લાઠીથી તેના પર હુમલો કર્યો હતો. ઉમર અહમદ રઝા નામના આરોપીએ મહિલાના કાકા પર પથ્થરથી હુમલો કર્યો હતો. આરોપીની ભાભીએ મહિલાનું ગળું પકડીને તેને ખેંચી હતી અને તેના કપડાં પણ ફાડી નાખ્યાં હતાં.
આ ઘટના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 11 લોકો વિરુદ્ધ 8 ઑગસ્ટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ હવે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઇ)
આ પણ વાંચો…ભિવંડીમાં બહાદુર વિદ્યાર્થિનીએ અપહરણની યોજના ઊંધી વાળી