આમચી મુંબઈ

નજીવી બાબતે થયેલા ઝઘડામાં મહિલા અને સગીરાએ મારપીટ કરતાં શખસનું થયું મૃત્યુ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં મહિલા અને સગીરાએ મારપીટ કરતાં 40 વર્ષના શખસનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે સગીરાને તાબામાં લેવાઇ હતી.

ભિવંડીમાં રવિવારે આ ઘટના બની હતી, જેમાં મહિલા 18 વર્ષની મહિલા અને 17 વર્ષની સગીરાનો નજીવી બાબતે શખસ સાથે ઝઘડો થયો હતો. આથી બંનેએ શખસની મારપીટ કરી હતી અને તેને ધામણકર નાકા સ્થિત પોલીસ ચોકીના સ્લેબ પરથી નીચે ધકેલી દીધો હતો.

આપણ વાચો: કચ્છમાં માતમ: જિલ્લામાં અલગ અલગ બનાવમાં 6 લોકોનાં મૃત્યુ…

પટકાયેલા શખસને ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં થોડા કલાક બાદ તેનું મૃત્યુ થયું હતું.

આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જયશ્રી અનાવનેએ જણાવ્યું હતું કે પોલીસે શરૂઆતમાં ઝઘડો કરી ગંભીર ઇજા પહોંચાડવા બદલ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, પણ શખસનું મૃત્યુ થયા બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ)ની કલમ ઉમેરવામાં આવી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button