ભિવંડીમાં પાણીની ટાંકીમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પાણીની ટાંકીમાં પડેલી સાત વર્ષની બાળકીનું ડૂબવાથી મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મંગળવારે રાતે બનેલી આ ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીની ઓળખ લક્ષ્મી શ્રીગિરિ તરીકે થઇ હતી, જે તેના પરિવાર સાથે એ વિસ્તારમાં હલદીના કાર્યક્રમમાં આવી હતી.
આ પણ વાંચો: બિલ્ડિંગની પાણીની ટાંકીમાં પડેલા બાળકનું ડૂબી જવાથી મૃત્યુ
તે અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે અચાનક લપસીને બાજુની ઇમારતની પાણીની ટાંકીમાં પડી ગઇ હતી, એમ ભિવંડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
બાળકી પાણીની ટાંકીમાં પડતાં અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે કાર્યક્રમમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી.
પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. (પીટીઆઇ)