ભિવંડીમાંથી 2.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત…
થાણે: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા બાદ ઠેકઠેકાણે નાકાબંધી કરીને ગેરરીતિ રોકવાનો પ્રયાસ વિવિધ કાનૂની એજન્સીઓ દ્વારા કરાઇ રહ્યો છે ત્યારે થાણે જિલ્લાના ભિવંડીમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કવોડે કૅશ મેનેજમેન્ટ કંપનીની વેનમાંથી 2.3 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો : કરન્સી ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચેપ્રભાદેવીના વેપારી સાથે પાંચ કરોડની ઠગાઈ…
ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીમાં સોમવારે સાંજે ફ્લાઇંગ સ્કવોડ વૅનને આંતરી હતી, જેમાં તપાસ કરાતાં 2.3 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. વૅનમાં હાજર લોકો પાસે રોકડ અંગેના યોગ્ય દસ્તાવેજો મળી આવ્યા નહોતા.
આચારસંહિતા મુજબ ઉપરોક્ત રોકડ જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: લાતુર જિલ્લામાં 600થી વધુ લાઈસન્સવાળા હથિયારો પોલીસમાં જમા
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને પોલીસે ગયા સપ્તાહે મરીન ડ્રાઇવ વિસ્તારમાં એક કારમાંથી 10.8 કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી. મરીન ડ્રાઇવમાં વહેલી સવારે શંકાને આધારે કારને આંતરવામાં આવી હતી, જેની તલાશી લેવાતાં યુએસ ડૉલર્સ અને સિંગાપોર ડૉલર્સ સહિત વિવિધ દેશોની ચલણી નોટો મળી હતી. કારમાં વિદેશી ચલણ લઇ જનાર વ્યક્તિએ કો-ઓપરેટિવ બેન્કના દસ્તાવેજો રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે નોટો એરપોર્ટથી બેન્કની ઓફિસ સુધી લઇ જવામાં આવી રહી હતી.