ભિવંડીના સ્મશાનભૂમિમાં કાળા જાદુની વિધિ: બે જણની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં સ્મશાનભૂમિમાં કાળા જાદુની વિધિ કરવા બદલ કોનગાંવ પોલીસે બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભિવંડીના પિંપલાસગાંવ ગામની સ્મશાનભૂમિમાં પોલીસ પાટીલને કાળા કપડામાં લપેટીને લીંબુ પર ચોંટાડવામાં આવેલી અજાણી મહિલાઓની તસવીરો મળી આવી હતી.
પોલીસ પાટીલે આ અંગે તપાસ કરીને બે શખસ કબિર દિલીપ ચૌધરી (29) અને નિખિલ સંતોષ પાટીલ (23) તરીકે ઓળખી કાઢ્યા હતા, જેમણે 29 જૂનથી 4 જુલાઇ દરમિયાન ઘટનાસ્થળ પર કાળા જાદુની પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
આપણ વાંચો: પત્ની-સાસુને નિર્વસ્ત્ર થઇ ‘કાળા જાદુ’નીવિધિ કરવાની ફરજ પાડી: પતિ સામે ગુનો…
કોનગાંવ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રોહન ગાયકવાડે કહ્યું હતું કે બંને વિરુદ્ધ માનવબલિ અને અન્ય અમાનવીય, શયતાની તથા અઘોરી કૃત્ય તથા કાળો જાદુ નાબૂદી ધારા 2013 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને શનિવારે તેમની ધરપકડ કરાઇ હતી.
આરોપીઓએ નિશાન બનાવેલી બે મહિલાની ઓળખ મેળવવા અને આ કૃત્ય પાછળના હેતુ અંગે પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)