આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભીંડી બજારનો ક્લસ્ટર ડેવલપમેન્ટનો માર્ગ મોકળોઃ રહેવાસીઓની અરજી કોર્ટે ફગાવી

મુંબઈ: મુંબઈમાં પહેલા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એવા ભીંડી બજારના પુનર્વિકાસ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા સેફી જ્યુબિલી સ્ટ્રીટ પર સલામત હાઉસના પાંચ રહેવાસીઓની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. અમુક ગણ્યાગાંઠ્યા રહેવાસીઓ સંપૂર્ણ પુનર્વિકાસને રોકીને રાખી ન શકે, એવું નિરીક્ષણ કોર્ટે આ સમયે નોંધાવ્યું હતું.
ચાર વર્ષ પહેલાં અમુક રહેવાસીઓએ રીટ અરજી કરી હતી.

પોતે જ્યુબિલી સ્ટ્રીટ ભીંડી બજાર પરની જમીનના સહ-માલિક છે, એવો દાવો કરીને તેઓએ સેફી બ્રુહાની એપ્લિમેન્ટ ટ્રસ્ટ મારફત કરવામાં આવનારા પુનર્વિકાસનો વિરોધ કર્યો હતો. તેમ જ મ્હાડાના સી-1 વિભાગના કાર્યકારી એન્જિનિયરની મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એક્ટ, 1976ની કલમ 95(એ) અન્વયે બહાર પાડવામાં આવેલી નોટિસ અને આદેશને પડકારવામાં આવ્યો હતો.

આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે અભ્યુદય નગરમાં Cluster Developmentને મંજૂરી આપી

આ અરજી તરફથી વકીલ પ્રકાશ લાડ, પાલિકા તરફથી વકીલ સાગર પાટીલ અને ટ્રસ્ટ તરફથી વકીલ ગૌરવ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. આ પ્રકરણે ન્યાયાધીશ નિઝામુદ્દીન જમાદારે ઓક્ટોબરમાં આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે તમામ અરજી ફગાવ્યા બાદ પ્રોજેક્ટ આડે આવતી તમામ આડખીલી દૂર થઇ ગઇ છે.

અરજીકર્તાને આ પહેલાં કાર્યવાહીથી આપવામાં આવેલા વચગાળાના સંરક્ષણને કાયમ રાખવા માટે હાઈ કોર્ટે સ્પષ્ટ રીતે ઠુકરાવી દીધું હતું. તેમ જ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેના નિર્ણયને વચગાળાનો સ્ટે આપવાની વિનંતીને પણ માન્ય નહોતી કરવામાં આવી.

જો અરજીકર્તાને પ્રોજેક્ટ રોકવા માટે પરવાનગી આપવામાં આવે તો પ્રોજેક્ટ પૂરો કરવામાં મોટું જોખમ ઊભું થશે, એવું જણાવીને કોર્ટે રહેવાસીઓને જગ્યા ખાલી કરવા અંગેની નોટિસ અને આદેશમાં હસ્તક્ષેપ કરવાનું નકારી દીધું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button