આમચી મુંબઈ

ભાયંદરમાં મિલકત વિવાદને લઇ ઝવેરીની હત્યા: પત્ની-પુત્રની ધરપકડ

થાણે: ભાયંદરમાં મિલકત વિવાદને લઇ 51 વર્ષના ઝવેરીની હત્યા કરવા તેની પત્ની અને પુત્રની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભાયંદર વિસ્તારમાં રહેતા અને દુકાન ધરાવતા ઝવેરી સુશાંતો પાલ બુધવારે તેના ઘરમાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેના શરીર પર ઇજાના અનેક નિશાન હતા. પાલને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: રાજકોટમાં પત્નીના અનૈતિક સંબંધથી કંટાળી પતિએ પત્નીની હત્યા કરી પોતે કર્યો આપઘાત, CCTVમાં ઘટના કેદ

નવઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરીને પાલની પત્ની અમૃતા (42) અને તેના 19 વર્ષના પુત્ર સુમિતને રાતે તાબામાં લીધા હતાં. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મિલકત વિવાદને લઇ પાલની હત્યા કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button