ભાયંદરમાં ઍરહોસ્ટેસ સાથે દુષ્કર્મ: ફ્લાઈટના ક્રૂ મેમ્બરની ધરપકડ

થાણે: ભાયંદરમાં 23 વર્ષની ઍરહોસ્ટેસ સાથે સહકર્મચારી એવા ક્રૂ મેમ્બરે કથિત દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ભાયંદર પૂર્વમાં 29 જૂને બની હતી. આ પ્રકરણે શુક્રવારે પચીસ વર્ષના આરોપીને મીરા રોડ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ધીરજ કોળીએ જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 351(2) અને 352 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી ફરિયાદીની સાથે એ જ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતો હતો. 29 જૂને લંડનથી ફ્લાઈટ મુંબઈ પાછી ફરી ત્યારે આરોપી ફરિયાદીને તેના ઘરે લઈ ગયો હતો. વાતચીત પછી આરોપીએ ફરિયાદી સાથે ગેરવર્તન કરી દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)