દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી... | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સત્તાધારી શિવસેનાના વિધાન પરિષદના સભ્ય ભાવના ગવળીએ બુધવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે સામે સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

તેમણે એવો સવાલ કર્યો હતો કે કેમ આદિત્ય ઠાકરે આ કેસમાં નાર્કો-એનાલિસીસ ટેસ્ટનો સામનો કરવાનો ઈનકાર કરી રહ્યો છે. વિધાન પરિષદમાં દિશા સાલિયાન કેસનો મુદ્દો ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે સરકારે આદિત્ય ઠાકરે સામે કરવામાં આવેલા મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

આ પણ વાંચો : આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો

તેમના સવાલનો જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન યોગેશ કદમે એવી ખાતરી આપી હતી કે આ કેસમાં જે દોષી સિદ્ધ જણાશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button