આમચી મુંબઈ

‘ભારતે દુનિયાને શું આપ્યું છે?’ સોશિયલ મીડિયા જામી રસપ્રદ ચર્ચા

મુંબઈ: સોશિયલ મીડિયા પર ઘણી બાબતોએ રસપ્રદ ચર્ચાઓ થતી રહે છે. હાલમાં X પર ભારત અંગે રસપ્રદ ચર્ચા થઇ રહી છે. એક X યુઝર સારાહ ફોર ટ્રમ્પ (Sarah For Trump)ની પોસ્ટ બાદ આ ચર્ચા શરુ થઇ હતી. તેણે ભારતના ઝંડાની ઈમેજ સાથે કેપ્શનમાં લખ્યું કે “આ દેશે દુનિયાને આપેલી એક વસ્તુનું નામ જણાવો.”

આ પોસ્ટને ઝડપથી વાયરલ થઇ રહી છે, આ પોસ્ટને 10,000 થી વધુ લાઈક્સ મળી છે અને 2,200થી વધુ લોકો કેમેન્ટ કરી ચુક્યા છે. લોકો ભારતે સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્ષત્રે આપેલા અમુલ્ય પ્રદાનનો ઉલ્લેખ કરી રહ્યા છે.

એક ભારતીય યુઝરે શૂન્ય, દશાંશ પદ્ધતિ, યોગ, આયુર્વેદ, પ્લાસ્ટિક સર્જરી, ચેસ, દ્વિસંગી પદ્ધતિ, સાપ અને સીડી અને રામાનુજન પ્રાઇમ જેવી વિવિધ ભારતની વિવિધ સિદ્ધિઓનું ઉલ્લેખ કર્યો. સારાહએ આ કમેન્ટનામાં લખ્યું “વાહ(Wow)”

આપણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુ પક્ષ પલટો કરશે? સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળો વહેતી થઇ…

એક યુઝરે મજાકના સ્વરમાં લખ્યું કે ભારતે દુનિયાને “કંઈ જ નથી” આપ્યું, ભારતે દુનિયાને ‘0’ આપ્યો છે. આ જવાબથી સારાહને આશ્ચર્ય થયું, તેણે લખ્યું શૂન્ય? પહેલાં કોઈને ખબર નહોતી કે શૂન્ય શું છે? આ તો વિચિત્ર છે!

નોંધનીય છે કે ભારતની બહાર ઘણા લોકો નથી જાણતા શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. 5મી સદીમાં, આર્યભટ્ટે તેમની પ્લેસ વેલ્યુ સિસ્ટમમાં શૂન્યની વિભાવના વિકસાવી હતી. જોકે, તેમણે તેના માટે કોઈ પ્રતીકનો ઉપયોગ કર્યો ન હતો.

એક યુઝરે લખ્યું કે આધ્યાત્મિક જ્ઞાન અને યોગ એ ભારતે વિશ્વને આપેલી કાલાતીત ભેટ છે.

આપણ વાંચો: વડાપ્રધાન મોદીના પોસ્ટર બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું

એક યુઝરે ગર્વ સાથે લખ્યું કે ભારતે વિશ્વને યોગ, આયુર્વેદ, શૂન્ય, દશાંશ પદ્ધતિ, ચેસ, મસાલા, બોલીવુડ, કરી, સંસ્કૃત, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, લોકશાહી, કાપડ, ગણિત, ખગોળશાસ્ત્ર, અહિંસા, ધ્યાન, વિવિધ અને જીવંત ઉત્સવો જેવી અનેક ભેટ આપી છે.

એક ભારતીયે પ્લાસ્ટિક સર્જરીના પ્રારંભિક પુરાવાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે રાયનોપ્લાસ્ટી જેવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે, ખાસ કરીને સુશ્રુત સંહિતામાં.

ભારતની કલાયમેટ એક્ટીવીસ્ટ લિસિપ્રિયા કાંગુજમે લખ્યું કે પોલોની શોધ મણિપુરમાં થઇ હતી, મણીપુરમાં વિશ્વનું સૌથી જૂનું પોલો ગ્રાઉન્ડ આવેલું છે.

એક યુઝરે લખ્યું કે ભારતને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરી શકાય નહીં, ભરાત દેવતાઓ, ચમત્કારો, ટેકનોલોજી અને શ્રેષ્ઠ બુદ્ધિ ધરાવતા લોકોની ભૂમિ રહી છે. હાલ ભારતીયો ગૂગલ, માઇક્રોસોફ્ટ, એડોબ, માસ્ટરકાર્ડ જેવી દિગ્ગજ કંપનીઓનું નેતૃત્વ કરે છે.

એક અમેરિકન યુઝરે લખ્યું કે ભારતે બટર ચિકન અને મારા કેટલાક ખાસ મિત્રો આપ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button