આ કન્ફયુઝનને કારણે ભાંડુપમાં સર્જાઈ બસ દુર્ઘટના! ડ્રાઈવરે કર્યો આવો ખુલાસો

મુંબઈ: સોમવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશનની બહાર BESTની એક ઇલેક્ટ્રિક બસે એક અકસ્માત સર્જ્યો હતો. બસની રાહમાં કતારમાં ઉભેલા મુસફરોને BESTની એક ઇલેક્ટ્રિક બસે કચડ્યા હતાં, જેમાં 4 લોકોના મોત નીપજ્યા અને 10 લોકો ઘાયલ થયા હતાં. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ રેલ્વે સ્ટેશનની બહાર ઓટો રીક્ષા અને ફેરિયાઓના દબાણને કારણે રસ્તો ખુબજ સંકડો થઇ ગયો છે, ભારે ભીડ વચ્ચે મુસાફરો બસની રાહમાં કતારમાં ઉભા રહે છે. પોલીસે જણાવ્યું હતું કે, 52 વર્ષીય ડ્રાઈવર સંતોષ રમેશ સાવંતે રૂટ 606 પર ચાલતી ઇલેક્ટ્રિક બસનો ચાર્જ તાજેતરમાં જ સંભાળ્યો હતો.
આપણ વાચો: ભાંડુપ BEST અકસ્માત: બસ ડ્રાઈવરની અટકાયત, આ કારણે સર્જાયો અકસ્માત
ડ્રાઈવરે કન્ફયુઝન થયું:
પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે તેને આવું લાગ્યું હતું કે બસ ન્યુટ્રલ મોડ છે, પરંતુ જ્યારે તેમણે એક્સિલરેટર દબાવ્યું, ત્યારે બસ આગળ દોડી ત્યારે ખબર પડી કે બસ ડ્રાઇવ મોડમાં હતી. આગળ ભીડ જોઈને દુર્ઘટના ટાળવા માટે તેણે બસ જમણી તરફ વળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બસ ફૂટપાથ પર ચઢી ગઈ અને લગભગ 15 લોકોને ટક્કર મારી.
અકસ્માતસ્થળના નજીકની દુકાનોમાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે બેકાબૂ બાદ બસથી બચવા માટે લોકો દોડી રહ્યા છે. અકસ્માત બાદ દુકાનદારો અને સ્થાનિક લોકો પીડિતોને મદદ કરવા દોડી આવ્યા હતાં. ઘાયલોને રાજાવાડી અને લોકમાન્ય તિલક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડોકટરોએ ત્રણ મહિલાઓ સહીત ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.



