આમચી મુંબઈ

મધ્ય રેલવેના મેગાબ્લોક દરમિયાન બેસ્ટ દોડાવશે વધારાની બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે દરમિયાન પ્લેટફોર્મના વિસ્તારીકરણ સહિતના કામ માટે મધ્ય રેલવેમાં શુક્રવાર, ૩૧ મે થી રવિવાર, બે જૂન, ૨૦૨૪ એમ ત્રણ દિવસ માટે મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે. લોકસ સેવાને અસર થવાની હોવાથી લોકલમાંં પ્રવાસ કરનારા પ્રવાસીઓને થનારી અગવડને ધ્યાનમાં રાખીને શુક્રવાર રાતના ૧૨.૦૦ વાગ્યાથી રવિવાર બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી બેસ્ટ ઉપક્રમ રેગ્યુલર સર્વિસની સાથે જ વધારાની બસ દોડાવવાની છે.

બસ નંબર એક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દાદર સ્ટેશન પૂર્વ વચ્ચે ચાર વધારાની બસ દોડાવવામાં આવશે, જે કુલ ૮૦ ફેરી કરશે.

કોલાબા ડેપોથી ભાયખલા સ્ટેશન (પશ્ર્ચિમ) વચ્ચે બસ નંબર બે-લિમિટેડની ચાર વધારાની બસ દોડાવાશે, જે કુલ ૮૦ ફેરી કરશે.

કોલાબા ડેપોથી વડાલા સ્ટેશન પશ્ર્ચિમ વચ્ચે એ.સી. ૧૦ નંબરની બસની પાંચ વધારાની બસ દોડશે, જે કુલ ૩૦ ફેરી કરશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ધારાવી વચ્ચે એસી-૧૧ નંબરની પાંચ વધઆરાની બસ દોડાવવામાં આવશે, જે ત્રણ દિવસ દરમિયાન ૩૦ ફેરી કરશે.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ચોકથી પ્રતિક્ષા નગર વચ્ચે ૧૪ નંબરની બસની ૨૦ ફેરી રહેશે.

એસી-૪૫ નંબરની બૅક વે ડેપોથી એમ.એમ.આર.ડી.એ. કોલોની માહુલ વચ્ચે પાંચ બસ દોડશે, જે ત્રણ દિવસ દરમિયાન ૨૦ ફેરી કરશે. કોલાબા ડેપોથી ખોદ્દાદ સર્કલ વચ્ચે એક નંબરની બસ પાંચ બસની સેવા રહેશે. જે ૩૦ ફેરી કરશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ભાયખલા સ્ટેશન વચ્ચે બે નંબરની બસની ૨૪ ફેરી રહેશે. રાણી લક્ષ્મી ચોકથી દાદલાની પાર્ક વચ્ચે સી-૪૨ નંબરની બસ દોડશે, જેની ૨૦ ફેરી રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ભાયખલા સ્ટેશન વચ્ચે બે નંબરની લિમિટેડ ડબલડેકર પાંચ બસની ૪૦ ફેરી રહેશે. એન્ટોપ હિલથી વિર કોતવાલ ઉદ્યાન પ્લાઝા વચ્ચે એ-૧૭૪ નંબરની બસની પાંચ વધારાની બસ દોડશે, જે ૪૦ ફેરી કરશે.

બેસ્ટની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ ગુરુવાર મધરાતના સાડા બાર વાગ્યા બાદ થાણે સ્ટેશનથી ચાલુ થનારા ૬૨ કલાકના અને શુક્રવાર મધરાતથી રવિવાર બપોર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ૩૬ કલાકના બ્લોક દરમિયાન વધારાની બસ દોડાવવાની છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ મુંબઈા કુર્લા નેહરુન નગર, પરેલ અને દાદર સ્ટેશનથી થાણે માટે વધારાની ૫૦ બસ દોડાવવાની છે. હાલ મુંબઈ ડેપોમાં ૨૬ અને થાણે ડેપોમાં ૨૪ બસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને વધારાની બસ દોડાવવામાં આવશે એવું સ્ટેટ ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button