આમચી મુંબઈટોપ ન્યૂઝ

૫૦૦ કરોડ રૂપિયાની ૧૩૩૦ નવી ઈ-બસ ખરીદશે બેસ્ટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ ‘બેસ્ટ’ હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ તેની પાસે પૈસા બચ્યા નથી. બેસ્ટના પોતાના કાફલામાં રહેલી બસો પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે પંદરમાં ફાઈનાન્સ કમિશને ‘બેસ્ટ’ને નવી ઈલેક્ટ્રિક બસ ખરીદવા માટે લગભગ ૫૦૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ ફંડમાંથી ‘બેસ્ટ’ લગભગ ૧,૩૦૦ નવી ઈ-બસ ખરીદશે એવું જાણવા મળ્યું છે.

બેસ્ટની પોતાની માલિકીની બસોનું આયુષ્ય ઘટી રહ્યું હોવાથી ધીમે ધીમે તેની બસો ભંગારમાં જઈ રહી છે. તો વેટ-લીઝ પર એટલે કે ભાડા પર લીધેલી બસના કૉન્ટ્રેક્ટરો સાથે પણ બેસ્ટ ઉપક્રમની મગજમારી ચાલી રહી છે ત્યારે બેસ્ટ ઉપક્રમ પોતાના કાફલામાં પોતાની માલિકીની બસની ખરીદી કરવાની છે. તે માટે તેના ફાઈનાન્સ કમિશનર પાસેથી ભંડોળ મળવાનું હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં ‘મહાયુતિ’ની ફોર્મ્યુલા શું હશે? બાવનકુળેએ શું કહ્યું?

બેસ્ટ પાસે હાલ ૨,૮૮૯ બસનો કાફલો છે, તેમાથી ૧,૯૦૦ બસ વેટ લીઝ પર છે જ્યારે પોતાની માલિકીની ૯૮૯ છે. તેથી બેસ્ટ હવે ૧,૩૦૦ નવી ઈ-બસ ખરીદવાની છે. પંદરમા ફાઈનાન્સ કમિશનરે બેસ્ટને ૯૯૨ કરોડ રૂપિયા આપવાની છે, તેમાંથી ૪૯૩.૩૮ કરોડ રૂપિયા આપી દીધા છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ફાઈનાન્સ કમિશન પાસેથી રકમ મળ્યા બાદ તેઓ બેસ્ટ ઉપક્રમને આપશે.

આગામી નાણાકીય વર્ષમાં પાલિકા બેસ્ટ ઉપક્રમને ૯૦૦થી ૧૦૦૦ કરોડ રૂપિયા આપવાનું વિચારી રહી છે. છેલ્લા ૧૨ વર્ષમાં પાલિકાએ બેસ્ટને લગભગ ૧૧,૨૨.૮૦ કરોડ રૂપિયા આપ્યા છે.

આ દરમિયાન ગુરવારે બેસ્ટમાં ખાનગીકરણ બંધ કરવાની તથા પોતાની માલિકીની બસની ખરીદી કરવાની, તેમ જ બેસ્ટમાં કાયમી સ્વરૂપે કર્મચારીઓની ભરતી કરવાની તેમ જ બીએમસી પાસેથી ભંડોળ ઉપલબ્ધ કરી આપવાની માગણી સાથે બેસ્ટના તમામ કર્મચારીએ કાળી પટ્ટી લગાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button