બેસ્ટ કર્મચારીઓ ૧૦ નવેમ્બરથી બેમુદત ઉપોષણ પર ઊતરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) કર્મચારીઓની લાંબા સમયથી પ્રલંબિત રહેલી પોતાની માગણીઓ તરફ બેસ્ટ પ્રશાસન અને મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૧૦ નવેમ્બરથી બે મુદત ઉપોષણ પર ઊતરવાની ચીમકી બેસ્ટ વર્કસ યુનિયને આપી છે.
બેસ્ટ વર્કસ યુનિયનના જનરલ સેક્રેટરી શશાંક રાવે બુધવારે જણાવ્યું હતું કે લાંબા સમયથી બેસ્ટ ઉપક્રમમાંથી રિટાયર્ડ થયેલા કર્મચારીઓની ગ્રેચ્યુટી સહિતની બાકી રહેલી રકમ આપવામાં આવી નથી, તે તાત્કાલિક આપવી. તેમ જ કર્મચારીઓને સાતમા વેતન પંચ અનુસાર વેતન પણ આપવામાં આવ્યું નથી.
આપણ વાચો: ‘બેસ્ટ’ની ૧૫૭ ઈકોફ્રેન્ડલી બસનું મુખ્ય પ્રધાનને હસ્તે લોકાર્પણ…
હાલ બેસ્ટ પાસે પોતાની માલિકીની ફક્ત ૨૫૧ બસ બાકી રહી છે. ૧૧ જૂન, ૨૦૧૯માં કરવામાં આવેલા કરાર મુજબ ૩,૩૩૭ બસ રાખવું અપેક્ષિત હતું. આ પરિસ્થિતિમાં મુંબઈગરાને મળનારી બસસેવા જોખમમાં આવી શકે છે. બસની સંખ્યા ઘટતી રહી તો આગામી દિવસમાં બેસ્ટ સર્વિસ બંધ થઈ જશે. 3
પ્રશાસને તાત્કાલિક નિર્ણય લીધો નહીં તો મુંબઈની સાર્વજનિક વાહનવ્યહાર વ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે. જો તમામ માગણીઓને માન્ય રાખવામાં નહીં આવતી તો સોમવારથી બેસ્ટ વર્કસ યુનિયન બેમુદત ઉપોષણ પર બેસશે.



