આમચી મુંબઈ

રવિવાર બાદ સોમવારે પણ બેસ્ટના કર્મચારીઓના કામ બંધની આંશિક અસર રસ્તા પર 88.26% બસ દોડી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાઈબીજના તહેવારના દિવસે મુંબઈગરાને બાનમાં લેવાની બેસ્ટ કર્મચારીઓના યુનિયનની યોજના નિષ્ફળ રહી હતી. લાંબા સમયથી પ્રલંબિત રહેલી માગણીઓ સાથે બેસ્ટના અમુક યુનિયને રવિવારે ભાઈબીજના દિવસે કામ બંધ આંદોલનની જાહેરાત કરી હતી. જોકે બેસ્ટ કર્મચારીઓ જ આ આંદોલનથી દૂર રહ્યા હતા. બેસ્ટ પ્રશાસનના દાવા મુજબ ૮૮.૨૬ ટકા બસ ગાડીઓ રવિવારે ડેપોમાંથી બહાર નીકળી હતી. તેથી ભાઈબીજની ઊજવણી કરવા બહાર નીકળેલા લોકોને થોડી રાહત જણાઈ હતી. જોકે માગાઠાણે ડેપોને હડતાલની થોડી અસર વર્તાઈ હોવાનું બેસ્ટ પ્રશાસને જણાવ્યું હતું. દિવસ દરમિયાન રસ્તા પર ૨,૦૧૬ બસ રસ્તા પર દોડી હતી, જેમાં બેસ્ટની પોતાની માલિકીની સહિત કૉન્ટ્રેક્ટ પર લેવામાં આવેલી બસનો સમાવેશ થાય છે. આ દરમિયાન સોમવારે સવારના પણ બેસ્ટની બસ સમયસર હોવાનું અને હડતાળ ની કોઈ અસર ન હોવાનો દાવો બેસ્ટ પ્રશાસને કર્યો હતો.

Also read:

બેસ્ટ ઉપક્રમના કર્મચારીઓ માટે સાનુગ્રહ-અનુદાન એટલે કે બોનસ જાહેર કરી શકાયું નહોતું. મુંબઈ મહાનગપાલિકાએ પોતાના કર્મચારીઓ માટે બોનસ જાહેર કર્યું હતું ત્યારે બેસ્ટના કર્મચારીઓને પણ બોનસ મળશે એવી આશા હતી. જોકે આચારસંહિતા લાગુ પડતા બેસ્ટ કર્મટારીઓને બોનસ જાહેર થઈ શક્યું નહોતું. તેથી કારણે બેસ્ટ કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. બેસ્ટ ઉપક્રમના જનલર મેનેજરે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને કર્મચારીઓને બોનસ આપવા માટે ૮૦ કરોડ રૂપિયાની માગણી પણ કરી હતી. જોકે આ દરમિયાન આચારસંહિતા અમલમાં આવી જતા ભંડોળ ઉપલબ્ધ કરી શકાયું નહોતું. તેથી હવે ચૂંટણી બાદ પણ કર્મચારીઓને બોનસ મળશે કે તે બાબતે બેસ્ટ પ્રશાસને કોઈ સ્પષ્ટતા કરી નથી. તેથી કર્મચારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.

બેસ્ટ ઉપક્રમના કર્મચારીઓ છેલ્લા અન્ેક મહિનાથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમાં પાછું બોનસ નહીં મળતા તેઓ હજી નારાજ થઈ ગયા હતા. તેથી અમુક યુનિયને ત્રણ અને ચાર નવેમ્બર એટલે કે રવિવારે ભાઈબીજ અને સોમવાર ચાર નવેમ્બરના દિવસે બેસ્ટ બંધની જાહેરાત કરી હતી. જોેકે બેસ્ટ કર્મચારીઓએ જ આંદોલનને ગણકાર્યું નહોતું. બેસ્ટ ઉપક્રમે આપેલી માહિતી મુજબ ૧૦૦ ટકામાંથી ૮૮.૨૬ ટકા બસ રસ્તા પર દોડી હતી, જેમાં બેસ્ટ ઉપક્રમની પોતાની માલિકીની ૨,૦૧૬ બસ રસ્તા પર દોડી હતી. જોકે બેસ્ટના માગાઠાણે ડેપોમાં સવારના કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા પણ બપોર બાદ કર્મચારીઓ ફરજ પર હાજર રહેતા મુંબઈગરા વધુ પડતી હાલાકીથી બચી ગયા હતા.

Also read:

હકીકતમાં બેસ્ટ કર્મચારીઓની બે દિવસની હડતાલ બાબતે સત્તાવાર રીતે કોઈ યુનિયને હાકલ કરી નહોતી. ફક્ત સોશિયલ મિડિયા પર કર્મચારીઓને હડતાલ કરવાની અપીલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે સોશિયલ મિડિયા પર ફરી વળેલા મેસેજ બાબતે ચોક્કસ કોઈ યુનિયને જવાબદારી નહીં લેતા હડતાલનું સુરસુરિયું બોલાઈ ગયું હોવાનું કહેવાય છે. રવિવારે દિવસ દરમિયાન ૧૫૦થી વધુ બસ ટાઈમટેબલ મુજબ દોડી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button