આમચી મુંબઈ

Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ

મુંબઈ: કુર્લામાં થયેલા બેસ્ટની બસના અકસ્માત બાદ બસની ગુણવતા અને સુરક્ષિતાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ વર્ષે બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માત થયા હતા જેમાંથી ૧૦ અકસ્માતમાં ઓલેક્ટ્રાની ઇલેક્ટ્રિક બસ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

૨૦૨૪-૨૫માં ૧૨ જીવલેણ અકસ્માત થયા હતા જેમાં ઇવેય ટ્રાન્સની ૧૨ મીટર લાંબી આઠ ઇલેક્ટ્રિક બસ હતી, જ્યારે બે ઓલેક્ટ્રા ગ્રીનટેક અને ટાટા મોટર્સની હતી, એમ બેસ્ટના ડેટા દ્વારા જાણવા મળ્યું હતું.

બેસ્ટની બસના થયેલા અકસ્માતોના મુખ્ય કારણોમાં ડ્રાઇવરોને યોગ્ય રીતે તાલીમ ન આપવામાં આવી હોવાનું જણાયું છે. ઘણા ડ્રાઇવરોને ફક્ત ૧૫ દિવસની તાલીમ આપવામાં આવી છે જ્યારે બેસ્ટ પ્રશાસનના પોતાના ડ્રાઇવરો માટે ત્રણ મહિનાનો કોર્સ હોય છે. આવા ડ્રાઇવરો ઓપરેટરો દ્વારા પૂરા પાડવામાં આવે છે, નહીં કે બેસ્ટના સ્ટાફ દ્વારા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :કુર્લા કિલર બસ એક્સિડન્ટઃ બસની અંદરના ફૂટેજ વાઈરલ, જોઈ લો વીડિયો…

બેસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે બેસ્ટ દ્વારા ૭૦૦થી વધુ ઇલેક્ટ્રિક બસ ટાટા મોટર્સ, સ્વિચ મોબિલિટી (ડબલ ડેકર) અને ઓલેક્ટ્રા જેવી કંપનીઓ પાસેથી ભાડેથી લેવામાં આવી છે. ટાટા મોટર્સ પાસેથી ૩૪૦, ઓલેક્ટ્રા પાસેથી ૩૧૫ અને સ્વિચ મોબિલિટી પાસેથી પચાસ બસ ભાડેથી લેવામાં આવી છે.

ત્રણ વર્ષમાં ૨૪૭ અકસ્માત
છેલ્લા ત્રણ વર્ષમાં બેસ્ટની પોતાની અને ભાડે પર લીધેલી બસના ૨૪૭ અકસ્માત થયા છે જેમાં વધુ પડતા અકસ્માત ભાડેથી લીધેલી બસના થયા છે. ૨૦૧૯થી બેસ્ટમાં ભાડેથી લીધેલી બસની સંખ્યામાં વધારો થયો છે. આવી બસના પ્રવાસીઓ અને બેસ્ટના કર્મચારીઓની ફરિયાદમાં પણ વધારો થયો છે. ડ્રાઇવરો-ક્ધડક્ટર્સને કામેથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેઓએ લેખિત ફરિયાદ કરવાનું બંધ કર્યું છે. કેટલાક દિવસથી બસમાં આગ લાગવી, બસ બગડવી, ઇલેક્ટ્રિક બેટરીને કારણે આગ જેવી ઘટનામાં વધારો થયો છે.

૨૦૨૨-૨૩થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી બેસ્ટની પોતાની અને ભાડેથી લીધેલી બસના ૨૪૭ અકસ્માત થયા છે જેમાં ૬૨ જીવલેણ અકસ્માત હતા. આ જીવલેણ અકસ્માતના ૪૦ કેસમાં ભાડે પર લીધેલી બસ અને ૨૨ કેસમાં પોતાના માલિકીની બસનો સમાવેશ થાય છે. ૨૦૨૪-૨૫માં ભાડેથી લીધેલી બસના વીસ અને પોતાના માલિકીની બસના ચાર જીવલેણ અકસ્માત થયા છે.

બેસ્ટની પોતાની માલિકીની બસનો અકસ્માત થાય તો તેની જવાબદારી બેસ્ટ પ્રશાસનની હોય છે, પરંતુ કોન્ટ્રેક્ટ પર લીધેલી બસના અકસ્માતની જવાબદારી કોન્ટ્રેક્ટરની હોય છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button