આમચી મુંબઈ
મુંબઈમાં બેસ્ટની બસ બળીને ખાખ, જાનહાનિ નહીં

મુંબઈ: ચર્ચગેટ નજીક આજે રાતે અચાનક બેસ્ટની ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
બસમાં આગ લાગ્યા પછી આસપાસના લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી અને તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગને કારણે સ્ટેશન પરિસરમાં ધુમાડો ફેલાઈ જતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.

આ પણ વાંચો: Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ
ચર્ચગેટ સ્ટેશન નજીક પ્લેટફોર્મ ચારની બહારના રસ્તા બહાર એકાએક બસમાં આગ લાગી હતી. આ બનાવ આજે રાતના 10 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે આગની જાણ થયા પછી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને નિયત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં એસી ઇલેક્ટ્રિક બસ આખી આગમાં બળી ગઈ હતી. આગ કઈ રીતે લાગી એનું કારણ જાણી શકાયું નથી, એમ ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું હતું.