આમચી મુંબઈ

બેસ્ટને આવકના સ્ત્રોત તૈયાર કરવાની મુખ્ય પ્રધાનની સલાહ: પાંચ ડેપોમાં મરાઠી ફિલ્મ માટે થિયેટર બનાવવાનો વિકલ્પ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાલિકા સંચાલિત બેસ્ટ ઉપક્રમને આવકના નવા સ્ત્રોતો તૈયાર કરવલાની સલાહ આપી હતી, જેમાં પાંચ બસ ડેપોમાં મરાઠી ફિલ્મો માટે થિયેટર બાંધવાનો પણ સમાવેશ થતો હતો.

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ઉપક્રમની સમીક્ષા બેઠકમાં હાજરી આપીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પ્રવાસીઓને અત્યાધુનિક બસ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી પ્રવાસીઓ આરામદાયક પ્રવાસ કરી શકે.

આપણ વાંચો: આજે રાતના મુંબઈગરા માટે ‘બેસ્ટ’ દોડાવશે વધારાની બસો…

તેમણે કહ્યું હતું કે દેવનાર, દિંડોશી અને બાંદ્રાના બસ ડેપોનું રિડેવલપમેન્ટ કરતી વખતે જગ્યા ભાડેથી આપવાની નીતિ ઘડી કાઢવી જોઈએ. બેસ્ટે આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ. મરાઠી ફિલ્મો માટે પાંચ બસ ડેપોમાં થિયેટર બાંધવા તેમ જ વ્યાવસાયિક અને રહેણાંક જગ્યા તૈયાર કરીને બેસ્ટના ડેપો મહેસુલી આવક ઊભી કરી શકે છે.

દરવર્ષે મુંબઈ મહાનગરપાલિકા બેસ્ટ ઉપક્રમના ખર્ચાને પહોંચી વળવા માટે સહાય કરે છે એમ પણ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button