આમચી મુંબઈમહારાષ્ટ્ર
વારકરીઓને પાછા ફરવા પહેલાં રૂ. 20000 મળી ગયા: મુખ્ય પ્રધાને વચન નિભાવ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અષાઢી વારીમાં પંઢરપુર જનારા વારકરીઓ (યાત્રાળુઓ) માટે રૂ. 20,000ના અનુદાનની જાહેરાત કરી હતી અને વારીના પાછા ફરવા પહેલાં 1500 દિંડી (યાત્રાળુ મંડળો)ને સાનુગ્રહ અનુદાન પેટે રૂ. ત્રણ કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા હોવાની માહિતી આધ્યાત્મિક સેનાના મહારાષ્ટ્ર રાજ્ય અધ્યક્ષ અક્ષય મહારાજ ભોસલેએ આપી હતી.
આ પણ વાંચો: શ્રદ્ધાળુઓને પંઢરપુર યાત્રા માટે લઈ જતા વાહનો માટે કોઈ ટોલ નહીં
મુખ્ય પ્રધાને પોતાનું વચન પાળ્યું હતું અને વારકરીઓને કરેલી જાહેરાત મુજબના નાણાં તેમના પાછા પહોંચવા પહેલાં ખાતામાં જમા કરાવી દીધા હતા. અક્ષય મહારાજે વારકરીઓ અને દિંડી પ્રમુખો તરફથી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આવી રીતે યાત્રાળુઓને રોકડ આર્થિક સહાય કરવાનો એકનાથ શિંદેનો નિર્ણય અભૂતપૂર્વ હતો.