આમચી મુંબઈમહારાષ્ટ્ર

વરિષ્ઠ કર્મચારી સામે ગેરવર્તણૂક કરતા પહેલા હાઈ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી વાંચી લેજો

મુંબઇ: કામકાજના સ્થળે ઉપરી અધિકારી કે કર્મચારી નીચલા વર્ગના કર્મચારી સાથે બોલાચાલી કે વિવાદ થતો હોય છે, પરંતુ તેની સામે ગેરવર્તણૂક કે પછી હાથ ઉપાડવાનું મોંઘું પડી શકે છે. કર્મચારી દ્વારા વરિષ્ઠ નાગરિક પરના હુમલાને ગંભીર ગેરવર્તણૂક માનતા બોમ્બે હાઈ કોર્ટે સુપરવાઇઝરને થપ્પડ મારનાર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના કર્મચારીની પુનઃસ્થાપના રદ કરી છે.

બોમ્બે હાઈ કોર્ટે કહ્યું કે કાર્યસ્થળ પર શિસ્ત જાળવવા માટે બરતરફીનો આદેશ જાળવવો જરૂરી છે. આ અગાઉ, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલે કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાની ઘટનાને ગંભીર ગણવાનો ઈનર કર્યો હતો, કારણ કે સુપરવાઈઝરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.

આપણ વાંચો: BREAKING: ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટે ફગાવી

કેસની ખાતાકીય તપાસ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી ન હતી. તપાસ રિપોર્ટમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. ટ્રિબ્યુનલે કર્મચારીને એક ઇન્ક્રીમેન્ટ રોકવા અને ૨૦ ટકા બેકવેજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૨ના આ નિર્ણયને એચપીસીએલ અને કર્મચારીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

આ કેસમાં સામેલ કર્મચારીને એચપીસીએલ પ્રોડક્ટ્સનું તાપમાન રેકોર્ડ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. લોડિંગ અને અનલોડિંગ દરમિયાન ઉત્પાદનના જથ્થાને નિર્ધારિત કરવા માટે તાપમાનના ચોક્કસ રેકોર્ડ રાખવા મહત્વપૂર્ણ છે. તેણે સુપરવાઈઝરની વાત સાંભળવાને બદલે તેની સાથે મારપીટ કરી હતી.

ખાતાકીય તપાસમાં કર્મચારી અભદ્ર વર્તન માટે દોષિત જણાતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જસ્ટિસ મારેને કહ્યું કે આરોપીના અપરાધને સાબિત કરવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી છે અને કર્મચારીની અરજી ફગાવી દીધી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button