આમચી મુંબઈ

કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય: બે શિક્ષક સામે ગુનો…

છત્રપતિ સંભાજીનગર: કોચિંગ સેન્ટરમાં 17 વર્ષની વિદ્યાર્થિની સાથે છેલ્લા 10 મહિનાથી બે શિક્ષક દ્વારા શરમજનક કૃત્ય કરાતું હોવાની ચોંકાવનારી ઘટના બીડમાં બની હતી. વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી તેની તસવીરો પાડવામાં આવતી અને અશ્લીલ હરકતો પણ કરવામાં આવતી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ વિદ્યાર્થિનીએ નોંધાવેલી ફરિયાદને આધારે શિવાજી નગર પોલીસે ગુરુવારે બન્ને શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસની ટીમ શિક્ષકોનાં ઘરે ગઈ હતી, પરંતુ તે મળી આવ્યા નહોતા. પોલીસ ફરાર શિક્ષકોની શોધ ચલાવી રહી છે.

ફરિયાદમાં જણાવાયું હતું કે 30 જુલાઈ, 2024થી 25 મે, 2025 દરમિયાન વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કરાયું હતું. બન્ને શિક્ષક વિદ્યાર્થિનીને કોચિંગ સેન્ટરની ઑફિસમાં બોલાવતા હતા. પછી તેને નિર્વસ્ત્ર થવા દબાણ કરાતું હતું. બન્ને શિક્ષકો મોબાઈલની મદદથી વિદ્યાર્થિનીની તસવીરો પાડતાં અને તેની સાથે કથિત દુષ્કર્મ પણ કરતા હતા.

આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75, 76, 78 અને 3(5) તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ બન્ને આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

આપણ વાંચો : બદલાપુરથી ચાર વર્ષની બાળકીનું અપહરણ: 24 કલાકમાં આરોપી મધ્ય પ્રદેશમાં પકડાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button