મારા ભાઇના હત્યારાઓને ફાંસી જ થવી જોઇએઃ મૃતક સરપંચના ભાઇ…

છત્રપતિ સંભાજીનગરઃ બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો કેસ વધુ ચર્ચામાં રહ્યો છે ત્યારે મૃતકના ભાઇ ધનંજય દેશમુખે આજે કહ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા થાય એવી અમારા પરિવારની ઇચ્છા છે.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025-26 બજેટનું કદ સાત લાખ કરોડ: મહેસૂલી ખાધ બમણી થઈ: દેવું નવ લાખ કરોડથી વધી જવાની શક્યતા…
આ હત્યા પ્રકરણે વધુ એક એફઆઇઆર નોંધાવવામાં આવી જોઇએ, એમ તેમણે વધુમાં કહ્યું હતું. પવનચક્કી કંપની પાસેથી કથિત ખંડણી વસૂલ કરવા માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની અપહરણ બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
પોલીસે અત્યાર સુધી આ પ્રકરણે આઠ જણની ધરપક઼ડ કરી છે જ્યારે અન્ય આરોપી કૃષ્ણા અંધાલે હજી ફરાર છે. આ હત્યા પ્રકરણે જ એનસીપીના નેતા ધનંજય મુંડેને પોતાના પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. દેશમુખની હત્યાના કેટલાક વીડ઼િયો અને ફોટા પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
Also read : ન્યુયોર્ક જઈ રહેલી Air Indiaની ફ્લાઈટ મુંબઈ પરત ફરી; જાણો શું હતું કારણ
સંતોષ દેશમુખની હત્યા પ્રકરણે ચાલી રહેલી તપાસથી સંતુષ્ટ છો કે નહીં એ અંગે પૂછતા ધનંજય દેશમુખે જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદા બાદ કહી શકશું કે અમે સંતુષ્ટ છીએ કે નહીં. અમારા પરિવારની ઇચ્છા તો દોષીઓને ફાંસીની સજા થાય એવી છે.