આમચી મુંબઈ

બીડ સરપંચ હત્યાનો એક આરોપી હજુ પણ ફરાર, સરકાર શું કરી રહી છે?: સુપ્રિયા સુળે

પુણે: એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ ગુરુવારે સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ અંગે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે, ગુનાના પચાસ દિવસ પછી પણ એક કથિત હત્યારો ફરાર છે.દેશમુખની હત્યા અને કેટલાક અન્ય ગુનાઓનો ઉલ્લેખ કરતાં સુલેએ કહ્યું હતું કે, તેઓ આ મુદ્દા સંસદમાં ઉઠાવશે અને રાજ્યની પરિસ્થિતિથી વાકેફ કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પણ માગશે.તેમણે ગુરુવારે બીડમાં તેમના પક્ષના કાર્યકરોને સંબોધતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારના ‘મજબૂત વલણ’ની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જો તેમણે અગાઉ આવું વલણ અપનાવ્યું હોત તો સરપંચ જીવતા હોત.

સરપંચ દેશમુખની હત્યા અંગેના રાજકીય વિવાદ વચ્ચે પવારે ગુરુવારે બીડ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાર્યકરોને વિકાસ પ્રોજેક્ટ્સને લક્ષ્ય બનાવીને ખંડણીના પ્રયાસોમાં સામેલ ન થવા ચેતવણી આપી હતી. તેમણે પોતાના પક્ષના કાર્યકરોને ‘સ્વચ્છ ચારિત્ર્ય’ જાળવવા પણ કહ્યું હતું અને કહ્યું હતું કે વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં.

દેશમુખના હત્યારાઓમાંથી એક છેલ્લા 51 દિવસથી હજુ પણ ફરાર છે. તે વ્યક્તિ કેવી રીતે ગાયબ થઈ શકે છે? પોલીસ શું કરી રહી છે? એમ સુળેએ અહીં પત્રકારો સાથે વાત કરતા પૂછ્યું હતું. ‘અમે, એમવીએના (ભાગ) તરીકે, બજેટ સત્ર દરમિયાન સંસદમાં આ બધા મુદ્દાઓ, ખંડણી, ભ્રષ્ટાચાર વગેરે ઉજાગર કરીશું. હું (કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ સાથે મુલાકાતનો સમય પણ માગીશ અને તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરીશ,’ એમ સુળેએ કહ્યું હતું.

‘અમે, એમવીએના (ભાગ) તરીકે, બજેટ સત્ર દરમિયાન સંસદમાં આ બધા મુદ્દાઓ, ખંડણી, ભ્રષ્ટાચાર વગેરે ઉજાગર કરીશું. હું (કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ સાથે મુલાકાતનો સમય પણ માગીશ અને તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરીશ,’ એમ સુળેએ કહ્યું હતું. ‘ઘણા લોકો આ મુદ્દા (સરપંચ હત્યા કેસ) વિશે વાત કરી રહ્યા છે, અને અમારી સામૂહિક માગણી એ છે કે બીડમાં સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસોમાં નૈતિક ધોરણે (ધનંજય મુંડેનું રાજીનામું માગવાનો) નિર્ણય લેવામાં આવે,’ એમ તેમણે જણાવ્યું હતું.

સુળેએ 2015માં સુધારાવાદી ગોવિંદ પાનસરેની હત્યાના છ આરોપીઓને બુધવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળવા પર પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. ‘જો પુરાવા નથી, તો પોલીસ અને સરકાર શું કરી રહી છે?’ એમ તેમણે પૂછ્યું હતું. ‘આ બધી હત્યાઓમાં, પછી ભલે તે પાનસરે હોય, (નરેન્દ્ર) દાભોળકર હોય, સંતોષ દેશમુખ હોય કે સોમનાથ સૂર્યવંશી હોય, એક વાત સામાન્ય છે, અને તે એ છે કે કોઈપણ પરિવારને ન્યાય મળ્યો નથી. અમે તેમના પરિવારો સાથે મજબૂત રીતે ઉભા રહીશું,’ એમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button