અભિનેત્રી પ્રાજક્તા માળી અંગે ભાજપના વિધાનસભ્યની ટિપ્પણી પરનો વિવાદ…
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે સંયમ જાળવવાની સલાહ આપી

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ સોમવારે પાર્ટીના નેતાઓને સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસમાં અવરોધ ઊભો કરી શકે તેવી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : નવા વર્ષની પાર્ટી માટે પબ દ્વારા કોન્ડોમ, ઓઆરએસનું વિતરણઃ કોંગ્રેસે કરી ફરિયાદ
મરાઠી અભિનેત્રી પ્રાજક્તા માળી પર ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસની ટિપ્પણીથી ઉભા થયેલા વિવાદ વચ્ચે બાવનકુળેની અપીલ આવી છે, જેના કારણે રાજ્ય મહિલા આયોગે પોલીસને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાજ્ય ભાજપના વડા અને રાજ્ય પ્રધાનમંડળમાં મહેસૂલ ખાતાના પ્રધાન બાવનકુળેએ ભાજપના કાર્યકરોને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર વિશ્ર્વાસ રાખવાની અપીલ કરી છે.
‘મેં મારા પક્ષના જનપ્રતિનિધિઓ તેમજ અન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ એવી કોઈપણ ટિપ્પણીઓ કરવાથી દૂર રહે જે ચાલી રહેલી તપાસ (સરપંચ હત્યા કેસમાં)માં અવરોધ ઊભો કરી શકે. એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં, તમે તે બધાને જેલમાં જોશો,’ એમ ભાજપના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, હત્યા કેસમાં આરોપીઓને યોગ્ય કાનૂની સજાનો સામનો કરવો પડશે.
બાવનકુળેની અપીલનો જવાબ આપતા, બીડ જિલ્લાના ભાજપના વિધાનસભ્ય ધસે કહ્યું હતું કે, ‘બાવનકુળે મારા નેતા છે. હું ચાલુ તપાસમાં કોઈ અવરોધ નહીં ઉભો કરું.’
ગૃહ મંત્રાલય સંભાળતા ફડણવીસે ગુના તપાસ વિભાગ (સીઆઈડી) ને હત્યા કેસના આરોપીઓની મિલકતો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમ’ લોન્ચ કરવાનું મુલતવી
તેમણે સોશિયલ મીડિયા ફૂટેજમાં જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરનારા વ્યક્તિઓના હથિયારના લાઇસન્સ રદ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.