આમચી મુંબઈ

અભિનેત્રી રિયા બર્ડે બાંગ્લાદેશ જવાની ફિરાકમાં હતી ત્યારે એરપોર્ટ પરથી પકડાઈ…

મુંબઈઃ એડલ્ટ ફિલ્મની અભિનેત્રી રિયા બર્ડેને મુંબઈ એરપોર્ટ પરથી તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. પોતાની ઓળખ છુપાવીને ભારતમાં રહેતી રિયા ઉર્ફે આરોહી બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશી નાગરિકને ગેરકાયદે રીતે ભારતીય નાગરિકતા અપાવવાના કેસમાં એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ રિયા બરડેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

સાવકા પિતા અરવિંદ બરડેએ રિયાના ભારતીય પાસપોર્ટ જેવા ભારતીય નાગરિકતા સિદ્ધ કરતા દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરી હતી. રિયા બરડેએ રાજ કુન્દ્રાની એડલ્ટ ફિલ્મ પ્રોડક્શન હોટશોટ્સ અને બીજી ઘણી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. બાંગ્લાદેશ જવાની ફિરાકમાં હતી ત્યારે તેની એરપોર્ટ પરથી પકડી હતી.

Also read : શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રિયાએ તેના સાવકા પિતા અરવિંદ બરડેના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે દર્શાવ્યું હતું કે તે અરવિંદ બરડેની પુત્રી છે અને તેનો જન્મ અમરાવતી (મહારાષ્ટ્ર)માં થયો હતો. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રિયા બરડે બાંગ્લાદેશી નાગરિક છે અને તેનું સાચું નામ ‘બન્ના શેખ’ છે.

રિયા તેની માતા અને ભાઈ સાથે બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારત આવી હતી. ત્યાર બાદ તેની માતાએ અરવિંદ બરડે સાથે લગ્ન કર્યા અને પરિવારે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button