પહેલી એપ્રિલથી બાંદ્રા-વરલી સી લિંકના ટોલ ચાર્જમાં થશે વધારો, જાણો નવા રેટ?

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂર્વે મુંબઈના સૌથી મહત્ત્વના સી લિંક પર વાહન પરથી અવરજવર કરનારા માટે બેડ ન્યૂઝ છે, જેમાં પહેલી એપ્રિલથી ટોલના ચાર્જમાં વધારો કરવામાં આવશે. મુંબઈના રાજીવ ગાંધી બાંદ્રા વર્લી સી લિંક પરના ટોલ ચાર્જમાં પહેલી એપ્રિલથી લગભગ 18 ટકાનો વધારો થશે, એમ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી-MSRDC)ના અધિકારીએ જણાવ્યું હતું.
અરબી સમુદ્ર પરના કેબલ સ્ટેડ બ્રિજ પર નવા ટોલ દરો આવતા મહિનાની શરૂઆતથી કાર અને જીપ માટે વન-વે મુસાફરી માટેના 100 રૂપિયા હશે, જ્યારે મિનિબસ, ટેમ્પો અને અન્ય સમાન વાહનોએ તેના માટે 160 રૂપિયા ચૂકવવા પડશે. વન-વે ટ્રીપ માટે ટુ-એક્સલ ટ્રકને રૂ. 210 ચાર્જ કરવામાં આવશે.
આપણ વાંચો: બાંદ્રા-વરલી સી લિંક પર એસયુવીએ છ કારને ટક્કર મારી, 3નાં મોત, 6 ઘાયલ
1 એપ્રિલ, 2021થી આઠ-લેન બ્રિજનો ઉપયોગ કરતા વાહનચાલકો કાર અને જીપ માટે રૂ. 85, મિની બસ, ટેમ્પો અને હળવા કોમર્શિયલ વાહનો માટે રૂ. 130 અને ટુ-એક્સલ ટ્રક અને બસો માટે રૂ. 175 ચૂકવે છે. 2009માં ટ્રાફિક માટે ખોલવામાં આવેલ સી લિન્ક પરના નવા ટોલ દરો 1 એપ્રિલ, ૨૦૨૪થી માર્ચ 21, 2027 સુધી લાગુ રહેશે .
એમએસઆરડીસી અધિકારીના જણાવ્યા મુજબ વાહનચાલકોને અગાઉથી 5૦ અને 1૦૦ ટોલ કૂપન ધરાવતી બુકલેટની ખરીદી પર અનુક્રમે 1૦ ટકા અને 2૦ ટકા રિબેટ મળશે.
બંને દિશાના પ્રવાસ પાસ અને દૈનિક પાસ મધ્યરાત્રિ સુધી માન્ય થશે. વારંવારના પ્રવાસીઓ માટે તેમના સંબંધિત માર્ગ મુસાફરી દરો વન-વે ટોલ ચાર્જના 1.5 ગણા અને 2.5 ગણા હોવા જોઈએ, પ્રવક્તાએ જણાવ્યું હતું કે માસિક પાસની કિંમત તેમના સંબંધિત એક-માર્ગીય પાસની કિંમત કરતા 50 ગણી હશે.