આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર વિરોધ રાજકીય રીતે પ્રેરિત, મોટાભાગના દેખાવકારો બહારના: એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો દાવો કર્યો હતો કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે ક્ધિડરગાર્ટનમાં ભણતી છોકરીઓના કથિત જાતીય શોષણ અંગે કરવામાં આવેલો હિંસક વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજ્ય સરકારને બદનામ કરવાનો હતો.

તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના દેખાવકારો બહારના હતા. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ ઘટના પર રાજકારણ કરનારાઓને શરમ આવવી જોઈએ.

બદલાપુર શહેરમાં મંગળવારે એક વિશાળ જનવિરોધ ફાટી નીકળ્યો હતો કારણ કે ગુસ્સે થયેલા માતા-પિતા, સ્થાનિક રહેવાસીઓ અને અન્ય લોકોએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા અને શાળામાં તોડફોડ કરી હતી જ્યાં ગયા અઠવાડિયે એક પુરૂષ કર્મચારી દ્વારા ક્ધિડરગાર્ટનની બે વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Prajwal Revanna ના જાતીય શોષણ કેસમાં પૂછપરછ પૂર્વે માતા ફરાર, પિતાની જામીન અરજી પર પણ સંકટ

એકનાથ શિંદેએ આ મુદ્દે બોલતાં બુધવારે કહ્યું હતું કે, વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો, કારણ કે વિરોધીઓ સ્થાનિક રહેવાસીઓ નહોતા. વિરોધમાં સહભાગી થયેલા સ્થાનિક લોકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા, એવો દાવો કરતાં એકનાથ શિંદએ કહ્યું હતું કે રાજ્યના પ્રધાન ગિરીશ મહાજન દેખાવકારોની તમામ માંગણીઓ સાથે સંમત થયા હોવા છતાં તેઓ મમત છોડવા તૈયાર નહોતા. આનો અર્થ એ છે કે તેઓ માત્ર સરકારને બદનામ કરવા માંગતા હતા, એમ પણ તેમણે કહ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ કેટલાક વિરોધીઓ મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય નાણાકીય સહાય યોજના ‘લાડકી બહિન યોજના’નો ઉલ્લેખ કરતા પ્લેકાર્ડ લઈને સહભાગી થયા હતા. પ્લેકાર્ડ્સમાં એમ કહેવાયું હતું કે તેઓ માસિક રૂ. 1,500 નહીં પરંતુ તેમની છોકરીઓ માટે સુરક્ષા ઇચ્છે છે. દેખાવકારોએ રેલવે માર્ગને બ્લોક કરી દીધો હતો જેના કારણે બદલાપુરથી અંબરનાથ વચ્ચેની રેલ સેવાઓ 10 કલાકથી વધુ સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહિલાનું જાતીય શોષણ કરી પૈસા પડાવ્યા: શખસ સામે ગુનો

શું કોઈ આ રીતે વિરોધ કરે છે? આ યોજનાને કારણે વિપક્ષને જે પેટનો દુ:ખાવો થઈ રહ્યો છે તે ગઈકાલના વિરોધથી સ્પષ્ટ થાય છે, એમ શિંદેએ કહ્યું હતું. ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ હેઠળ પાત્ર મહિલાઓને માસિક રૂ. 1,500ની રકમ આપવામાં આવે છે.

વિરોધ દરમિયાન બદલાપુર રેલ્વે સ્ટેશન અને શહેરમાં અન્ય સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓમાં રેલ્વે પોલીસ સહિત ઓછામાં ઓછા 25 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. પોલીસે હિંસા સંબંધે ઓછામાં ઓછા 72 લોકોની ધરપકડ કરી છે અને ચાર એફઆઈઆર દાખલ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો