બેડ ન્યૂઝઃ ગણેશોત્સવમાં કોંકણ તરફ જનારી ટ્રેનો ફુલ, વિશેષ ટ્રેનો દોડાવાશે શક્યતા

મુંબઈ: મધ્ય, પશ્ચિમ અને કોંકણ રેલવે પ્રશાસને ગણેશોત્સવ નિમિત્તે વિશેષ ટ્રેનો દોડાવનાર છે ત્યારે તેના રિઝર્વેશન શરૂ થયાના અમુક મિનિટોમાં જ વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થઇ ગઇ છે. ઓગસ્ટ મહિનામાં સળંગ રજાઓ અને તહેવારો નિમિત્તે મુંબઈથી કોંકણ જનારાઓની સંખ્યા વધુ છે, પરંતુ આ સમય દરમિયાનની ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની મર્યાદા પૂરી થઇ ગઇ હોવાના મેસેજ પ્રવાસીઓને આવી રહ્યા છે.
૧૫થી ૧૯ ઓગસ્ટ સુધી સળંગ રજાઓ આવતી હોવાને કારણે મુંબઈથી સાવંતવાડી દરમિયાન દોડતી તમામ ટ્રેનોની રિઝર્વેશન માટેની મસમોટી વેઇટિંગ લિસ્ટ છે. ૧૪ ઓગસ્ટની રાતથી રેલવેની વેઇટિંગ લિસ્ટની મર્યાદા પાર થઇ હોવાને કારણે ‘રિગ્રેટ’નો મેસેજ આવી રહ્યો છે. ‘રિગ્રેટ’એ પ્રચંડ ભીડનો નિર્દેશક છે.
આ પણ વાંચો : ધારાવી પુન:વિકાસ યોજના: નિવાસી સંસ્થા દ્વારા સરકારી સર્વેક્ષણને સમર્થન
આ સિવાય શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સળંગ રજા આવતી હોવાને કારણે ટ્રેનોમાં જોરદાર ભીડ થવાની શક્યતા છે. વેઇટિંગ લિસ્ટ અને રિઝર્વેશન ન ધરાવનારા પ્રવાસીઓની સંખ્યા ધ્યાનમાં રાખીને ચિપલુણ, રત્નાગિરી અને સાવંતવાડી માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે એવી શક્યતા છે.
તહેવારો દરમિયાન મુંબઈથી કોંકણ તરફ જનારી ટ્રેનોમાં ભીડ સામાન્ય વાત છે. તેથી રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે.