આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા

સિદ્દીકીની હત્યા પછીનાં માઠાં પરિણામોથી ડરી થાણે મૉડ્યુલે પાછીપાની કરી: ડીલ ફાઈનલ ન થતાં ઉત્તર પ્રદેશથી હત્યારા લાવવાનું નક્કી થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા માટે સૌપ્રથમ થાણે મૉડ્યુલને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું હતું. 50 લાખ રૂપિયાની માગણી કરનારા થાણે મૉડ્યુલે સિદ્દીકીની હત્યા પછી આવનારાં માઠાં પરિણામોથી ડરી પાછીપાની કરી હતી, જેને પગલે ઉત્તર પ્રદેશથી હત્યારા લાવવાનું નક્કી થયું હતું.

બાન્દ્રામાં બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવાના કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે ડોમ્બિવલીના નીતિન સપ્રે (32), અંબરનાથના સંભાજી પારધી (44), પ્રદીપ તોંબર (37) અને ચેતન પારધી (33) તથા પનવેલના રામ કનોજિયા (43)ની ધરપકડ કરી હતી. બાબા સિદ્દીકીના હત્યારાઓને વિદેશી શસ્ત્રો અને લૉજિસ્ટિકલ સપોર્ટ પૂરા પાડવાના આરોપસર પાંચેયને પકડી પાડવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.

આરોપીઓની પૂછપરછમાં પોલીસને કેટલીક મહત્ત્વની માહિતી જાણવા મળી હતી. પકડાયેલા ચારેય આરોપી નીતિન સપ્રેના મૉડ્યુલના સભ્ય તરીકે કામ કરતા હતા, જેમાં રામ કનોજિયા પણ મૉડ્યુલને હેન્ડલ કરતો હોવાનું કહેવાય છે. આ મૉડ્યુલ સાથે અન્ય યુવકો પણ સંડોવાયેલા હોવાની શંકા પોલીસને છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીના શૂટર્સોએ કરી હતી રૂ. 50 લાખની માગ, સામે આવી ચોંકાવનારી હકીકત

પોલીસના કહેવા મુજબ બાબા સિદ્દીકીની હત્યામાં બે મૉડ્યુલ સંડોવાયેલાં છે, જેમાંથી મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવનારા મૉડ્યુલનો પર્દાફાશ થયો છે. શુભમ લોણકર અને મોહમ્મદ ઝીશાન અખ્તર જેવા મુખ્ય આરોપીઓના મૉડ્યુલ સુધી પહોંચવાના પ્રયાસ પોલીસ કરી રહી છે.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ સૌપ્રથમ સપ્રેના મૉડ્યુલને આપવાની વાટાઘાટો ચાલી રહી હતી. એક સમયે સપ્રેએ સિદ્દીકીની હત્યા માટે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. વાતચીત પછી તેણે 50 લાખ રૂપિયા માગ્યા હતા. જોકે કોઈ કારણવશ આ ડીલ ફાઈનલ થઈ શકી નહોતી.

બીજી બાજુ, સપ્રે બાબા સિદ્દીકીને ઓળખતો હોવાથી તેની પ્રસિદ્ધિથી પણ સુપેરે જાણકાર હતો. સિદ્દીકીની હત્યા પછી તેના મૉડ્યુલ પર કેવી તવાઈ આવી શકે છે એનાથી સપ્રે વાકેફ હતો. પરિણામે તેણે પાછીપાની કરી હતી.

બાદમાં શુભમ લોકણકરે સપ્રે અને કનોજિયાને કોન્ટ્રાક્ટ આપવાનું માંડી વાળી ઉત્તર પ્રદેશથી શૂટરોને લાવવાનું નક્કી કર્યું હતું. જોકે આ શૂટરોને સપ્રેના મૉડ્યુલે શસ્ત્રો અને અન્ય મદદ પૂરી પાડવાનું નક્કી થયું હતું. સપ્રેનું મૉડ્યુલ શુભમ લોણકરના સતત સંપર્કમાં હતું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker