આમચી મુંબઈ

‘દરેક ભાષા દેશના ગૌરવનું પ્રતીક છે’ મરાઠી વિવાદ અંગે બાબા રામદેવની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદે ફરી જોર પકડ્યું છે. મરાઠી ન બોલવા બદલ MNS કાર્યકર્તાઓએ કેટલાક લોકો સાથે મારામારી કરી હતી, આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. યોગ ગુરુ બાબા રામદેવે પણ મરાઠી ભાષા વિવાદ પર પ્રતિક્રિયા (Baba Ramdev about Marathi Language row) આપી છે. એક નિવેદનમાં બાબા રામદેવે કહ્યું છે કે દેશમાં બોલાતી સંખ્યાબંધ ભાષાઓ દેશના ગૌરવનું પ્રતીક છે, આપણે બધી ભાષાઓ પર ગર્વ કરવો જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ.

બાબા રામદેવે કહ્યું કે ભાષા, જાતિ, લિંગ કે સમુદાયના નામે લોકોને વિભાજીત કરવાથી રાષ્ટ્રીય હિન્દુ એકતાને નબળી પડે છે, તેથી દરેક ભારતીયે એક થવું જોઈએ અને દેશની અખંડિતતાને મજબૂત બનાવવી જોઈએ.

આપણ વાંચો:  ભાષા વિવાદનો રેલો પહોંચ્યો ગુજરાતઃ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ગુજરાત-મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

ગોપાલ ખેમકાની હત્યા અંગે પણ પ્રતિક્રયા આપી:

બિહારની રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા થવા પર બાબા રામદેવે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દરેકની સ્વતંત્રતા, દરેકની સુરક્ષા અને દરેકને ન્યાય આપવો એ સરકાર અને વહીવટની સૌથી મોટી જવાબદારી છે.

તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને ગમે ત્યાં મુક્તપણે ફરવાનો અને સુરક્ષિત રહેવાનો અધિકાર છે અને આ માટે બધી સરકારોએ એવું વાતાવરણ બનાવવું જોઈએ જે દરેક નાગરિકને સલામતીની ખાતરી આપે.

હાલમાં ચાલી રહેલી કાવડ યાત્રા વિશે બાબા રામદેવે કહું કે મુસ્લિમ સમુદાયને અપીલ કરી કે જો તેઓ શિવ ભક્તોની સેવા કરી રહ્યા છે, તો તેમની ઓળખ છુપાવવાની કોઈ જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button