આમચી મુંબઈ

મુંબઇગરા માટે ભગવાન રામના દર્શન બનશે વધુ સરળ: શરુ થવા જઇ રહી છે મુંબઇ-અયોધ્યા વિમાનસેવા

મુંબઇ: મુંબઇગરા હવે હવાઇ માર્ગે અયોધ્યા જઇ ભગવાન રામના દર્શન સહેલાઇથી રહી શકશે. મુંબઇ-અયોધ્યા ફ્લાઇટ જલ્દી જ શરુ થવા જઇ રહી છે. હવે ભગવાન રામના દર્શન માટે કલાકોનો ટ્રેન પ્રવાસ અને બુકીંગની લાંબી પ્રતિક્ષાની જરુર નહીં પડે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યામાં એરપોર્ટ શરુ થવા જઇ રહ્યું છે. દરમીયાન ઇંડિગો દ્વારા મુંબઇ-અયોધ્યા વિમાનસેવાની જાહેરાત કરવામાં આવી છે.

આખા દેશમાં રામજન્મભૂમી અયોધ્યામાં આવેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ઉત્સાહનું વાતાવરણ છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર આ મહોત્સવમાં દેશભરના મહાનૂભવો અને દિગ્ગજો ઉપસ્થિત રહેશે. ઉપરાંત દેશના ખૂણે ખૂણેથી રામ ભક્તો આ ઉત્સવમાં સામેલ થવા જઇ રહ્યાં છે. ત્યારે આ મહોત્સવ પૂર્વે જ કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યામાં એરપોર્ટ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30મી ડિસેમ્બરના રોજ આ એરપોર્ટનું ઉદઘાટન થશે. દરમીયાન હવે મુંબઇથી પણ પ્લેન દ્વારા અયોધ્યા જઇ શકાશે. ઇંડિગો એરલાઇન્સ દ્વારા મુંબઇ-અયોંધ્યા વિમાનસેવાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે વિકાસના કામોને પણ ગતી મળી છે.

અયોધ્યાના શ્રીરામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ પુરું થયું છે. 30મી ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ઉદઘાટન કરશે. અને એ જ દિવસે વડા પ્રધાન મોદી અયોધ્યા રેલેવ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. જેને કારણે અયોધ્યા આવવા માટે લોકોને ઘણી સારી સુવિધાઓ મળી રહેશે. ઘણી એરલાઇન્સ દ્વારા અયોધ્યા માટે ફ્લાઇટ શરુ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇંડિગો દ્વારા દિલ્હી-અયોધ્યા વિમાનસેવા બાદ હવે મુંબઇ-અયોધ્યા વિમાનસેવાની જાહેરાત કરવામાં આવી છે.

30મી જાન્યુઆરીના રોજ દિલ્હી-અયોધ્યા વિમાનસેવાનું ઉદઘાટન ઇંડિગો દ્વારા કરવામાં આવનાર છે. અને 6 જાન્યુઆરીથી મુસાફરોને આ વિમાન સેવાનો લાભ મળશે. પહેલાં દિલ્હી થી અયોધ્યા વિમાનસેવા શરુ થશે. અને ત્યાર બાદ મુબઇ-અયોધ્યા વિમાનસેવા શરુ થશે. જેને કારણે મહારાષ્ટ્રના રામભક્તો માટે આ જાણે ઉપહાર સમાન સાબિત થશે. હવે મુંબઇથી અયોધ્યા ગણતરીના કલાકોમાં પહોંચી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button