આમચી મુંબઈ

ઔરંગઝેબની કબરનો વિવાદ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો; આ મામલે PIL દાખલ…

મુંબઈ: મુઘલ શાસક ઔરંગઝેબની કબરનો મુદ્દો (Aurangzeb Tomb) હાલ મહારાષ્ટ્રના રાજકારણના કેન્દ્રમાં છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. એવામાં ઔરંગઝેબની કબર હટાવવાનું મુદ્દો હવે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સુધી પહોંચ્યો છે, કબર તોડી પાડવાની માંગ સાથે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી(PIL) દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…

કેતન તિરોડકર નામના એક વ્યક્તિએ ઔરંગઝેબની કબર તોડી પાડવા અને આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં PILદાખલ કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી કે આ કબર ASI અધિનિયમ, 1958 ની કલમ ૩ સાથે સુસંગત નથી.

શું છે વિવાદ?
નોંધનીય છે કે બોલિવૂડ ફિલ્મ છાવામાં ઔરંગઝેબ દ્વારા છત્રપતિ સંભાજી મહારાજ પર અત્યાચાર ગુજારવાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતાં. આ ફિલ્મ બાદ લોકોમાં આજથી 300 વર્ષ પૂર્વે મૃત્યુ પામેલા ઔરંગઝેબ સામે રોષ વધી ગયો. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબના વખાણ કરતા આ વિવાદે વેગ પકડ્યો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત મુઘલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવાની વાત કરીને વિવાદની આગમાં ઘી હોમ્યું.

17 માર્ચે નાગપુરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ઔરંગઝેબની કબરને તોડી પાડવાની માંગણી સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઔરંગઝેબનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. આ દરમિયાન અફવા ફેલાતા, લઘુમતી સમુદાયના લોકો ભેગા થયા અને રાત્રે હિંસા ફાટી નીકળી, જેમાં 30 જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો : નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે છ શખ્સો સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button