રસ્તા પરના વરસાદી પાણીમાં ડાન્સ કરતાં કરતાં લગાવી ડાઈવ, વાયરલ વીડિયોમાં જુઓ તેવર

મુંબઈઃ બે દિવસ પહેલા મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જ્યારે રસ્તાઓ પર વરસાદી પાણી ફરવાને કારણે જનજીવન ખોરવાયું હતું. મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત વસઈ-વિરારના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, ત્યારે મુમ્બ્રામાં પાણી ભરાયેલા રસ્તા પર ઓરા ફાર્મિંગ ડાન્સ કરતા એક શખસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
દરમિયાન, મુંબઈના વ્યક્તિનો ઓરા ફાર્મિંગ ડાન્સનો વાયરલ થયેલો વીડિયો ઇન્સ્ટાગ્રામ પેજ મુમ્બ્રા એક્સપ્રેસ દ્વારા “મીનવાઈલ મુમ્બ્રાકર્સ” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો. ઓરા ફાર્મિંગ ડાન્સ જેને “બોટ ડાન્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
11 વર્ષના ઇન્ડોનેશિયન છોકરા રેયાન અરકન દિખા દ્વારા રજૂ કરવામાં આવ્યા પછી લોકપ્રિય થયો છે. ગયા મહિને તેનો એક બોટ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ છોકરો ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો.
આપણ વાંચો: રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ
વીડિયોમાં તે માણસ વરસાદી પાણીમાં ડૂબેલા ડિવાઇડર પર સંતુલન સાધતો જોવા મળે છે. થોડીવાર પછી તે સિગ્નેચર ઓરા ફાર્મિંગ ડાન્સ સ્ટેપ્સ કરે છે અને પછી પોતાની સાથે રાખેલી કામચલાઉ મેટ સાથે પાણીમાં કૂદી પડે છે.
જેમ જેમ આ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ પાણી ભરાયેલા રસ્તા પર ઓરા ફાર્મિંગ ડાન્સ કરવાના આ માણસના નિર્ણય પર હસવાનું રોકી શક્યા નહીં. એક યુઝરે લખ્યું હતું કે પૂરને ક્યારેય ખબર નહોતી કે મુમ્બ્રાના લોકો પોતે સુનામી છે.” બીજી કમેન્ટમાં લખ્યું હતું કે જીવનનો આનંદ માણી રહ્યો છે.