નાસિક જેલમાં Abu Salemને મળવા આવેલા બે લોકોની ATSએ 5 કલાક પૂછપરછ કરી

નાસિક: 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ (Abu Salem) નાસિકની જેલ બંધ છે, બે લોકો અબુને મળવા નાસિક પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર ATSને શંકા જતા બંને લોકોની પૂછપરછ કરી હતી, જેમાંથી એક મહિલા અને એક પુરૂષ છે. ATSએ બંનેની ગઈકાલે 5 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. એટીએસ એ શોધી રહી છે કે આ બંને કોણ છે અને અબુ સાલેમ સાથે તેમનો શું સંબંધ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા અને એક વિદેશી પુરુષ સાલેમને મળવા જેલમાં ગયા હતા. આ મુલાકાતની જાણ થતાં ATSએ તેમની સાથે પૂછપરછ કરી અને લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે તેણે સાલેમને મળવા માટે જરૂરી પરવાનગી મેળવી હતી. મુંબઈથી ATSની એક ટીમ પણ નાસિક જવા રવાના થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની મુલાકાત લેનારી મહિલા તેની લાંબા સમયની પ્રેમિકા છે. અબુ સાલેમે અગાઉ તેની સાથે લગ્ન કરવાની પરવાનગી માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
અબુ સાલેમ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અન્ય કેસોમાં જેલની સજા કાપી રહ્યો છે. તેને વર્ષ 2005માં પોર્ટુગલથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. ત્યારથી અબુ સાલેમ જેલમાં છે. મુંબઈમાં 1993માં થયેલા સિરીઅલ બ્લાસ્ટ કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ સ્પેશીયલ કોર્ટમાં સોમવારે ત્રીજા તબક્કાની સુનાવણી શરૂ થઈ. આ ફરાર આરોપીઓ જુદા જુદા સમયે ઝડપાયા હતા.
Also Read –