અટલ સેતુ સહિતના ટોલનાકા પર ઈ-વાહનોને ટોલમાફી: જીઆર બહાર પાડયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ટોલ નાકા પર ટોલમાફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતાો.
તે મુજબ ૨૧ ઑગસ્ટ, ૨૦૨૫થી અટલ સેતુ સહિત મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે તેમ જ સમૃદ્ધી હાઈવે પરના તમામ ટોલનાકા પર ઈલેક્ટ્રિક વાહનોને ટોલમાફી કરવાનો સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: થાણેવાસીઓ માટે ટોલમાફીની શક્યતા: MH. 04 ના વાહનો ગણવા માટે ટોલનાકા પર ખાસ વ્યવસ્થા
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે મોટર વાહન કર અધિનિયમ ૧૯૫૮ અંતર્ગત સરકારી આદેશ બહાર પાડીને તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનોને અમુક માર્ગ પર પ્રવાસ કરતા સમયે ટોલ નાકા પર છૂટ આપી છે.
તે મુજબ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરમાં (એમ-ટુ, એમ-૩ અને એમ-૬) શ્રેણીમાં આવતા વાહનો સહિત ઈલેક્ટ્રિક બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેમ જ ખાનગી ઈલેક્ટ્રિક બસમાં (એમ૩, એમ-૬)ને છૂટ આપવામાં આવી છે. આ છૂટ ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ની મધરાતથી લાગુ કરવામાં આવી છે.