Mumbai Breaking: નવાબ મલિકને અજિત પવારે આપી ઉમેદવારી?
મુંબઈઃ માનખુર્દ-શિવાજીનગરથી એનસીપી અજિત પવારે વરિષ્ઠ નેતા નવાબ મલિકને એબી ફોર્મ આપ્યાની ચર્ચાએ ખળભળાટ ફેલાવ્યો છે. નવાબ મલિકે અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. જોકે હાલમાં જ મળતી માહિતી અનુસાર અજિત પવારે તેને ઉમેદવારી આપી છે.
નવાબ મલિકએ દાઉદ સાથે કથિત આર્થિક વ્યવહારો કર્યા હોવાના આક્ષેપ બાદ તેમની સામે તપાસ થઈ હતી અને તેમને લાંબો સમય જેલમાં રાખવામાં આવ્યા હતા. નવાબ મલિકને ટિકિટ આપવાનો ભાજપનો સખત વિરોધ હતો, પંરતુ અજિત પવારે પક્ષમાં બળવો ન થાય તે માટે તેમને ટિકિટ આપવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો….બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા
મલિકે ગઈકાલે જ કહ્યું હતું કે કોઈ પણ દબાણને વશ નહીં થાય અને તેઓ ચૂંટણી લડશે. અગાઉ પવારે મલિકની દીકરી સાનાને ટિકિટ આપી હતી ત્યારે હવે જો મલિક લડશે તો સાના ઉમેદવારી પાછી લેશે કે શું તે જોવાનું છે. અથવા તો નવાબ મલિક અપક્ષ ફોર્મ ભરશે તો બાર-દીકરી સામસામે થશે. અહીંથી શરદ પવારની પાર્ટીએ અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફવાદ અહેમદને ટિકિટ આપી છે.